Home Religion 2 પાડોશી યુવક હવસખોર નીકળ્યા; રાજકોટમાં 12 વર્ષની કિશોરી પર 2 શખ્સનું...

2 પાડોશી યુવક હવસખોર નીકળ્યા; રાજકોટમાં 12 વર્ષની કિશોરી પર 2 શખ્સનું દોઢ વર્ષ સુધી દુષ્કર્મ, 7 મહિનાનો ગર્ભ રહ્યો!

Face Of Nation 12-04-2022 : રાજકોટના કોઠારિયા રોડ પર વેલનાથપરા વિસ્‍તારમાં બે શખસે 12 વર્ષની કિશોરીને હવસનો શિકાર બનાવ્યાની ચકચારી ઘટના સામે આવી છે. આજીડેમ ચોકડી પાસે માનસરોવરમાં રહેતાં મૂળ બિહારના બે શખસે કોઠારીયા વિસ્‍તારમાં રહેતી 12 વર્ષની બિહાર પંથકની જ એક કિશોરીને હવસનો શિકાર બનાવી છે. બંનેએ અલગ અલગ રીતે કિશોરી સાથે છેલ્લા દોઢ વર્ષમાં અવારનવાર શરીર સંબંધ બાંધી દુષ્‍કર્મ આચરતા આ કિશોરીના પેટમાં સાતેક મહિનાનો ગર્ભ રહી જતાં આજીડેમ પોલીસે ગુનો નોંધી બંનેને સકંજામાં લીધા છે. જેમાં એક 22 વર્ષનો અને બીજો 24 વર્ષનો શખસ છે. ત્યારે સગીરાના પેટમાં રહેલુ બાળક કોનું? એ જાણવા DNA ટેસ્‍ટ કરાવવામાં આવશે.
પોલીસે માતાની ફરિયાદ પરથી બંને વિરૂદ્ધ ગુનો નોંધ્યો
આજીડેમ પોલીસે ભોગ બનેલી કિશોરીની માતાની ફરિયાદ પરથી કોઠારીયા રોડ વેલનાથપરામાં રહેતાં અને મજૂરી કરતાં બિહારના વરૂણ શ્રીપ્રદિપ ઠાકુર અને આજીડેમ ચોકડી પાસે માનસરોવર પાર્ક 1માં શ્રેયસ સ્‍કૂલ પાસે રહેતાં બિહારના અમનસિંગ રાઘવેન્‍દ્ર રાજપૂત સામે IPL 376(2), (N), 376(3), 114 તથા પોક્‍સો એક્‍ટ 5(જે) (2) તથા 6 અને એટ્રોસિટી એક્‍ટની કલમ હેઠળ ગુનો નોંધ્‍યો છે.
પેટમાં દુઃખાવો ઉપડતા માતા પુત્રીને હોસ્પિટલ લઇ ગઇ
મહિલાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે, મારે બે સંતાન છે અને છૂટક મજૂરી કરું છું. દીકરો પણ મજૂરીએ જાય છે. પતિની તબિયત સારી ન રહેતી હોઇ એ વતનમાં જ રહે છે. બે દિવસ પહેલા મારી દીકરી કે જેની ઉમર અધારકાર્ડ મુજબ 12 વર્ષ 3 મહિના જેટલી છે. તેને પેટમાં દુઃખાવો ઉપડતાં તપાસ કરાવતાં તેના પેટમાં સાત માસનો ગર્ભ હોવાનું તબીબે જણાવ્‍યું હતું. આ જાણી હું ચોંકી ગઇ હતી. ઘરે જઇ દીકરીને ફોસલાવીને પૂછપરછ કરતા તેણે કબૂલ્‍યું હતું કે, પડોશમાં રહેતાં પોતાના ભાઇના ઘરે વરૂણ ઠાકુર આવતો-જતો હોઇ આથી પોતે તેને ઓળખે છે. જ્‍યારે અગાઉ જ્‍યાં રહેતાં ત્‍યાં પડોશમાં રહેતાં અમનસિંગ રાજપૂતને પણ પોતે ઓળખે છે.
બંને નરાધમો ઘરમાં પરાણે ઘૂસી બળાત્કાર ગુજારતા
આ બંનેએ અલગ અલગ રીતે પોતાને લલચાવી ફોસલાવી હતી અને મોટેભાગે પોતે ઘરે એકલી હોય ત્‍યારે ઘરે આવી અવાર-નવાર છેલ્લા દોઢ વર્ષના ગાળામાં શરીર સંબંધ બાંધી લીધો હતો. આ બંનેને ના પાડવા છતાં મરજી વિરૂદ્ધ ઘરમાં આવી જઇ પરાણે બળજબરીથી બળાત્‍કાર ગુજારી લેતાં હતાં. આ વિગતોને આધારે પોલીસે ગુનો નોંધી બંને આરોપીને સકંજામાં લેવા તજવીજ આદરી છે. કિશોરીના પેટમાં સાત માસનો ગર્ભ છે એ વરૂણ થકી રહ્યો કે અમનસિંગ થકી? એ જાણવા પોલીસ DNA ટેસ્‍ટ કરાવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).