Home Uncategorized USમાં ફાયરિંગ: ન્યૂયોર્કના સબ-વે સ્ટેશન બ્રુકલિનમાં ફાયરિંગ; 13 ઈજાગ્રસ્ત; કેટલાંક બોમ્બ પણ...

USમાં ફાયરિંગ: ન્યૂયોર્કના સબ-વે સ્ટેશન બ્રુકલિનમાં ફાયરિંગ; 13 ઈજાગ્રસ્ત; કેટલાંક બોમ્બ પણ મળ્યા!

Face Of Nation 12-04-2022 : અમેરિકાના ન્યૂયોર્કમાં એક સબ-વે સ્ટેશન ફાયરિંગના સમાચાર સામે આવી રહ્યાં છે. પ્રાથમિક માહિતીમાં 13 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. જેમાંથી બેની સ્થિતિ ગંભીર છે. કેટલાંક રિપોર્ટસમાં કહેવામાં આવ્યું છે કે, બ્રુકલિન સ્ટેશનની આ ઘટના બાદ ત્યાં જ્યારે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું તો ન ફુટેલા કેટલાંક બોમ્બ પણ મળી આવ્યા છે.
નાના બોમ્બ લઈને હુમલાખોર સ્ટેશનમાં ઘુસ્યો
પોલીસના જણાવ્યા મુજબ, ફાયરિંગ કરનાર શખ્સ કન્સ્ટ્રક્શન વર્કરના કપડાં પહેર્યા હતા. હજુ સુધી તે સ્પષ્ટ નથી થયું કે આ ઘટના ફાયરિંગની છે કે બોમ્બો હુમલાની. ન્યૂયોર્ક પોસ્ટ મુજબ કેટલાંક નાના બોમ્બ લઈને હુમલાખોર સ્ટેશનમાં ઘુસ્યો હતો. તેના હાથમાં ગન પણ હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તાર સીલ કરી દેવાયો છે અને હુમલાખોરની શોધખોળ કરવામાં આવી રહી છે. બીજીતરફ ઓછામાં ઓછો 5 લોકોને લગભગ 5 ફુટ, 5 ઈંચ લાંબા અને 180 પાઉન્ડની એક વ્યક્તિએ ગોળી મારી દીધી જેને ગેસમાસ્ક પહેરેલું હતું. તે ઘટના સ્થળેથી ભાગવામાં સફળ રહ્યો હતો.
અનેક લોકો બંદૂકધારીઓના શિકાર થયા
ફાયરબ્રિગેડ વિભાગનું કહેવું છે કે તેમને સ્ટેશન પર ધુમાડા માટે થયેલા એક કોલનો જવાબ આપ્યો અને ઘણાં લોકો બંદૂકધારીઓના શિકાર બન્યા. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલી તસવીરમાં અનેક લોકો જમીન પર લોહીથી લથપથ સ્થિતિમાં જોવા મળ્યા અને સિટીજન એપના ફુટેજમાં ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ અધિકારી જોવા મળ્યા. સૂત્રોએ કહ્યું કે, કેટલાંક લોકો ઘાયલ થયેલા લોકો જીવ બચાવવા બીજી ટ્રેનમાં કૂદ્યાં. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).