Face Of Nation 12-04-2022 : પવિત્ર યાત્રાધામ દ્વારકામાં ચૈત્ર સુદ અગિયારસના દિવસે રુક્ષ્મણી વિવાહનું આયોજન થાય છે.ભગવાન દ્વારકાધીશના આ શાસ્ત્રોક્ત વિધિથી થતા રૂક્ષ્મણી વિવાહમાં બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. જેમાં 56 ભોગનું મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી દ્વારકાધીશના ઉત્સવ સ્વરૂપને જગત મંદિરથી લઇ સમગ્ર દ્વારકાના મુખ્ય માર્ગો પર તેનો વરઘોડો નીકળીને દ્વારકાના પૌરાણિક ભદ્રકાળી મંદિરે આ શોભાયાત્રા સંપન્ન થઇ હતી.દ્વારકાના રુક્ષ્મણી મંદિર પર શાસ્ત્રોક્ત વિધિથી ભગવાન દ્વારીકાધીશના લગ્ન રુક્ષ્મણીજી સંગ યોજવામાં આવ્યા હતા. જેમાં યજમાન પરિવાર દ્વારા કન્યાદાન વિધિ તથા ફેરાવિધિ કરવામાં આવી હતી. સમગ્ર વિધિ પૂર્ણ થયા પછી માતાની આરતી કરવામાં આવી હતી.
દ્વારકાવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
આ સમગ્ર પ્રસંગને માણવા દ્વારકાવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભગવાનના લગ્ન માણવા દ્વારકાના રુક્ષ્મણી મંદિરે ભાવિકો, પ્રવાસીઓ અને જાનૈયા મનૈયાઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા. રુક્ષ્મણી માતાના મંદિરને સુશોભિત કરાયું હતું. કહેવાય છે કે ભગવાન દ્વારકાધીશના મુખ્ય પટરાણી રુક્ષ્મણીજી છે. ભગવાન દ્વારકાધીશ માતા રુક્ષ્મણીનું અપહરણ વિદર્ભથી કરી દ્વારકા લઇ આવ્યા પછી તેમના વિવાહ રુક્ષ્મણી સાથે દ્વારકા ખાતે ઠાઠમાઠ સાથે થયા હતા અને ભગવાન શ્રી દ્વારકાધીશના પ્રથમ લગ્ન રુક્ષ્મણી સાથે થયા હોવાનું ભાગવત પુરણમાં ઉલ્લેખ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Special 56 ભોગનું મનોરથનું આયોજન; દ્વારકામાં રૂક્ષ્મણી વિવાહ યોજાયા, દ્વારકાધીશના વરઘોડામાં માનવ મહેરામણ...