Home Sports IPL-2022: ચેન્નઈ સુપર કિંગ્સનું ખાતુ ખોલ્યું; શાનદાર જીતથી ચેન્નઈનું કમબેક, બેંગ્લોરને 23...

IPL-2022: ચેન્નઈ સુપર કિંગ્સનું ખાતુ ખોલ્યું; શાનદાર જીતથી ચેન્નઈનું કમબેક, બેંગ્લોરને 23 રને હરાવ્યું!

Face Of Nation 12-04-2022 : IPL 2022ની 22મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 23 રને હરાવ્યું છે. RCBને 217 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં ટીમ 9 વિકેટે 193 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ. RCB તરફથી શાહબાઝ અહેમદે સૌથી વધુ 41 રન બનાવ્યા હતા. આ સાથે જ ચેન્નઈ તરફથી મહિશ થિક્ષણાએ 4 વિકેટ ઝડપી હતી. કેપ્ટન જાડેજાએ 3 વિકેટ ઝડપી છે. પ્રથમ ચાર મેચમાં સતત હાર બાદ આ સીઝનમાં CSKની આ પ્રથમ જીત છે. આ સાથે રવિન્દ્ર જાડેજાએ પણ કેપ્ટન તરીકે પ્રથમ મેચ જીતી છે. તે જ સમયે, બેંગલુરુની 5 મેચમાં આ બીજી હાર છે. આ પહેલા CSKએ 20 ઓવરમાં 4 વિકેટે 216 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. શિવમ દુબેએ તોફાની ઇનિંગ રમતા અણનમ 95 રન બનાવ્યા હતા જ્યારે રોબિન ઉથપ્પાએ 88 રનની ઇનિંગ રમી હતી. બેંગ્લોરના ખાતામાં વાણિન્દુ હસરંગાએ 2 વિકેટ ઝડપી હતી.
કાર્તિકે ટી-ટ્વેન્ટીમાં 200 છગ્ગા પૂરા કર્યાં
દિનેશ કાર્તિકે RCB વિરુદ્ધ એક સિક્સ ફટકારવાની સાથે તેણે ટી20 ક્રિકેટમાં પોતાની 200 સિક્સર પૂરી કરી છે. ફટાફટ ક્રિકેટમાં 200 છગ્ગા ફટકારનાર કાર્તિક વિશ્વનો 69મો અને ભારતનો 12મો ખેલાડી બન્યો. આ મેચમાં તેણે માત્ર 14 બોલમાં 3 સિક્સ અને 2 ફોરની મદદથી 34 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. બ્રાવોએ તેની વિકેટ લીધી હતી.
રવિન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ ઝડપી
પ્રથમ 4 મેચમાં કેપ્ટન અને ખેલાડી તરીકે ફ્લોપ રહેલા રવિન્દ્ર જાડેજા આ મેચમાં શાનદાર લયમાં જોવા મળ્યો હતો. તેણે 4 ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી. સર જાડેજાએ ગ્લેન મેક્સવેલ (26), વાનિન્દુ હસરાંગા (7) અને આકાશ દીપ (0)રને આઉટ કર્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).