Face Of Nation 13-04-2022 : ભારત અને અમેરિકાની વચ્ચે 2+2 બેઠક પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની વચ્ચે વર્ચ્યુઅલ મુલાકાત થઈ હતી. આ દરમિયાન જો બાઈડને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની વાતચીતમાં યુક્રેન પરના હુમલાને કારણે રશિયા પર લગાવવામાં આવેલા આર્થિક પ્રતિબંધોની વચ્ચે રશિયા પાસેથી ઓઈલ અને ગેસ ન ખરીદવાની વાતનું પુનરાવર્તન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, રશિયા પાસેથી ક્રૂડ ખરીદવામાં તેજી લાવવી એ ભારતના હિતમાં નથી. અમેરિકાના પ્રેસિડેન્ટે તેની પાસેથી હથિયારો લેવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો.
ભારતના 1-2 ટકા ક્રૂડની આયાત રશિયામાંથી થાય
રશિયા અને યુક્રેનના યુદ્ધ બાબતે ભારતના સ્ટેન્ડને લઈને અમેરિકાએ પહેલેથી જ પોતાની નારાજગી જાહેર કરી દીધી છે. અમેરિકા ઈચ્છે છે કે ભારત તેના રશિયા સાથેના સંબંધોને મર્યાદિત રાખે. વ્હાઈટ હાઉસે એક નિવેદનમાં કહ્યું હતું કે, ભારતના 1-2 ટકા ક્રૂડની આયાત રશિયામાંથી થાય છે, જ્યારે લગભગ 10 ટકા અમેરિકામાંથી થાય છે. જોકે લગભગ એક કલાક ચાલેલી બંને નેતાઓની બેઠકમાં જો બાઈડને યુક્રેન-રશિયાના યુદ્ધના મુદ્દે ભારત પર કોઈપણ પ્રકારનું દબાણ કર્યું નથી.
બંને દેશ દુનિયા માટે લોકતંત્રનું એક ઉદાહરણ છીએ
આ અંગે બાઇડેને કહ્યું- અમારા અને તમારા મિનિસ્ટર્સ પણ મળી રહ્યા છે. કોવિડ-19 દરમિયાન અમે હેલ્થ અને ઈકોનોમી સાથે જોડાયેલી અનેક ચેલેન્જ ફેસ કરી. આપણી વચ્ચે ડિફેન્સ સહિત અનેક સેક્ટરમાં ઘણી મજબૂત પાર્ટનરશિપ છે. આપણે બંને દેશ દુનિયા માટે લોકતંત્રનું એક ઉદાહરણ છીએ. ભારતે યુક્રેનને જે મદદ કરી એનું હું સ્વાગત કરું છું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Uncategorized ટુ+ટુની બેઠક: અમેરિકાએ ભારતને ફરી ખખડાવ્યું; “બાઈડેને કહ્યું-રશિયા પાસેથી ક્રૂડ ખરીદવામાં તેજી...