Face Of Nation 13-04-2022 : જર્મની સતત તેલ અને ગેસની આયાત રશિયાથી કરી રહ્યું છે. જર્મની સહિત યુરોપિયન ઘણા દેશો રશિયા પર આધારિત છે. આ વિશે ભારતીય વિદેશમંત્રી જયશંકરે નિવેદન પણ આપ્યું હતું. ભારત રશિયાથી તેલની આયાત કરે છે એ વિશે જ્યારે દુનિયાના વિવિધ દેશોએ સવાલ ઊભા કર્યા ત્યારે જયશંકરે કહ્યું હતું કે, અમે જેટલી આયાત એક મહિનામાં કરીએ છીએ એટલી આયાત યુરોપ એક દિવસમાં કરી લે છે. સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાને માનવાધિકાર પરિષદથી બહાર કરવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવના વોટિંગમાં ભારત સહિત 50 દેશે અંતર રાખ્યું છે. આ સિવાય ભારતે રશિયા પર કોઈ પ્રતિબંધ લગાવ્યા નથી. આટલું જ નહીં, ભારત રશિયામાંથી મોટેપાયે તેલની ખરીદી પણ કરી રહ્યું છે. ભારતે રશિયા પાસેથી હથિયારોની ખરીદી પણ ચાલુ રાખી છે. તાજેતરમાં જ S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની ખરીદી પણ ભારતે રશિયા પાસેથી કરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).