Home World “આખી દુનિયાનાને ડરાવવાનો પ્રયત્ન”; પુતિન ન્યૂક્લિયર બ્રીફકેસ સાથે દેખાયા; રશિયા-યુક્રેન યુદ્ધમાં “ન્યૂક્લિયર...

“આખી દુનિયાનાને ડરાવવાનો પ્રયત્ન”; પુતિન ન્યૂક્લિયર બ્રીફકેસ સાથે દેખાયા; રશિયા-યુક્રેન યુદ્ધમાં “ન્યૂક્લિયર હુમલા”નું જોખમ વધ્યું!

Face Of Nation 13-04-2022 : રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ફરી એક વખત ન્યૂક્લિયર હુમલાનું જોખમ વધી ગયું છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન એક સપ્તાહમાં બીજી વખત ન્યૂક્લિયર બ્રીફકેસ સાથે દેખાયા છે. પહેલાં એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં પુતિનની સાથે એક વ્યક્તિ ઊભી હતી અને તેમના હાથમાં ન્યૂક્લિયર બ્રીફકેસ દેખાઈ હતી. હવે બેલારુસથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં પુતિન ન્યૂક્લિયર બ્રીફકેસ સાથે દેખાયા છે. પુતિન ઘણીવાર ધમકી આપી ચૂક્યા છે અને હવે તેમના હાથમાં ન્યૂક્લિયર બ્રીફકેસની જે તસવીરો સામે આવી રહી છે એ વધારે જોખમી છે. 7 દિવસની અંદર પુતિન બીજીવાર ન્યૂક્લિયર બ્રીફકેસ સાથે દેખાયા છે. પુતિનની રણનીતિ શું છે અને અંતે તેમની ઈચ્છા શું છે એ સવાલ આખી દુનિયાને સતત ડરાવી રહ્યો છે.
પુતિને રશિયાના પૂર્વમાં અંતરિક્ષ પ્રક્ષેપણ કેન્દ્રની મુલાકાત
ઝેલેન્સ્કી ઘણીવાર રશિયા તરફથી યુક્રેન પર કેમિકલ એટેકની આશંકા વ્યક્ત કરી ચૂક્યા છે. હવે ઝેલેન્સ્કીએ મોરિયુપોલમાં કેમિકલ હુમલાની શક્યતા પણ રજૂ કરી છે. બીજી બાજુ પુતિન પણ ઘણી વાર નિવેદન આપી ચૂક્યા છે કે જો અન્ય કોઈ દેશે યુક્રેનની મદદ કરી તો તેઓ પરમાણુ હુમલો પણ કરી શકે છે. બુધવારે પુતિને રશિયાના પૂર્વમાં અંતરિક્ષ પ્રક્ષેપણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ દરમિયાન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને કહ્યું હતું કે; યુક્રેનમાં રશિયા તેના સૈન્ય અભ્યાસમાં મહાન લક્ષ્ય મેળવશે. તેમના દેશને એકલું પાડી શકાશે નહીં. એ સાથે તેમણે એવું પણ કહ્યું હતું કે, વિદેશી શક્તિઓને રશિયાને એકલું પાડવામાં સફળતા નહીં મળે.
42 સૈનિકે રશિયા સામે આત્મસમર્પણ કર્યું
રશિયા રક્ષામંત્રાલયે દાવો કર્યો છે કે યુક્રેની સૈનિકોનો મોરિયુપોલના સ્ટીલ પ્લાન્ટમાંથી ભાગવાનો પ્રયત્ન નિષ્ફળ કરવામાં આવ્યો છે. એમાં 50 સૈનિકનાં મોત થયાં છે. 42 સૈનિકે રશિયા સામે આત્મસમર્પણ કર્યું છે. રશિયા રક્ષામંત્રાલયે બ્લેક સીમાં હુમલાનો વીડિયો પણ જાહેર કર્યો છે. નોંધનીય છે કે યુક્રેનના મોરિયુપોલની હાલત હજી પણ ખૂબ ખરાબ છે, કારણ કે હજી અહીં રશિયન સેના ઘેરો નાખી રહી છે. એક સમયે 4 લાખથી વધુ વસતિ ઘરાવતું શહેર અત્યારે સાવ જર્જરિત સ્થિતિમાં છે. મારિયુપોલના મેયરે દાવો કર્યો છે કે રશિયન હુમલામાં 10 હજારથી વધારે સૈનિકોનાં મોત થયાં છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).