Face Of Nation 13-04-2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કેન્દ્રીય નેતાઓના આંટાફેરા ગુજરાતમાં વધી ગયાં છે. પ્રધાનમંત્રી મોદી ઉત્તરપ્રદેશ સહિતના પાંચ રાજ્યોની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ અમદાવાદ આવ્યાં હતાં અને રોડ શો કરીને ઉજવણી કરી હતી. તે ઉપરાંત તેમણે ખેલ મહાકુંભ 2022નો પણ પ્રારંભ કરાવ્યો હતો. તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતો લઈ રહ્યાં છે. તાજેતરમાં જ તેઓ નડાબેટ ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. હવે પ્રધાનમંત્રી મોદી આગામી 18મી એપ્રિલે ગુજરાત આવશે.
19મી બનાસ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ
પ્રાપ્ત વિગતો પ્રમાણે પ્રધાનમંત્રી મોદી 18 એપ્રિલે સાંજે અમદાવાદ આવશે. તેઓ એરપોર્ટથી સીધા જ ગાંધીનગર જશે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના મહત્વના કમાન્ડ સેન્ટરની મુલાકાત લેશે. 18 એપ્રિલે પ્રધાનમંત્રી મોદી રાજભવનમાં રાત્રી રોકાણ કરશે. 19 એપ્રિલે સવારે બનાસકાંઠાના દિયોદરમાં પ્રધાનમંત્રી મોદી બનાસ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ત્યારબાદ મહિલા પશુપાલકોના સંમેલનમાં સંબોધન કરશે. ત્યાર બાદ જામનગરમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના સહયોગથી બનનાર આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન કરશે.
20મીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં
20 એપ્રીલે પ્રધાનમંત્રી મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં હાજરી આપશે. અહીં આયુષ મંત્રાલયની બે દિવસીય કોન્ફરન્સમાં હાજરી આપશે. ત્યાર બાદ તેઓ દાહોદ જશે. દાહોદમાં તેઓ આદિવાસી સંમેલનને સંબોધિત કરશે. દાહોદથી અમદાવાદ પરત ફરી રાત્રે પ્રધાનમંત્રી મોદી દિલ્હી પરત ફરશે.તેઓ ત્રણ દિવસ ગુજરાતમાં જ રહેશે. પ્રધાનમંત્રીના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભરચક કાર્યક્રમો ગોઠવવામાં આવ્યાં છે. આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપે પ્રચાર શરૂ કરતાં પ્રધાનમંત્રીની અવરજવર પણ વધી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat પ્રધાનમંત્રી બે દિવસ ગુજરાતમાં; 19મીએ પાટણમાં ‘બનાસ ડેરીના પ્લાન્ટ’નું લોકાર્પણ, 20મીએ દાહોદમાં...