Face Of Nation 13-04-2022 : હવે નજીકના દિવસોમાં જ સોરઠમાંથી હવાઈ સેવાનો વર્ષો બાદ પ્રારંભ થશે. કેશોદ એરપોર્ટનો ઉદઘાટન સમારોહ આગામી તા.16મી એપ્રિલના રોજ બપોરે 2 વાગ્યે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયા અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે થશે. એરપોર્ટ ઓથોરીટી દ્વારા રૂ.25 કરોડના ખર્ચે કેશોદ એરપોર્ટમાં વિવિધ સુવિધાઓનું નિર્માણ કરાયું છે. ઉપરાંત કેશોદ- મુંબઇ- કેશોદ વિમાની સેવાનો પણ પ્રારંભ કરાવશે. સપ્તાહમાં ત્રણ દિવસ કેશોદ-મુંબઇ-કેશોદ વિમાની સેવાનો લાભ લોકો અને પ્રવાસીઓને મળશે. આ સમારોહમાં કેન્દ્રીય પરિવહન મંત્રી વી.કે.સિંઘ, રાજ્યમંત્રી દેવાભાઇ માલમ, સાંસદ રાજેશભાઇ ચૂડાસમા, સાંસદ રમેશભાઇ ઘડુક સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેશે. આ દિવસે મુખ્યમંત્રીના કેશોદ તથા જૂનાગઢ ખાતે યોજાનાર કાર્યક્રમના સૂચારૂ આયોજન માટે જિલ્લા કલેકટર રચિત રાજના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જેમાં સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપી જરૂરી તૈયારીઓ સમયસર પૂર્ણ કરી લેવા સૂચના આપવામાં આવી હતી.
સાસણગીરના એશિયાટીક સિંહોના દર્શનનો લાભ મળશે
કેશોદ એરપોર્ટથી વિમાની સેવા શરૂ થવાથી સોરઠના વેપાર, ઉદ્યોગોની સાથે સાથે સોરઠના પ્રવાસન સ્થળોએ આવતા દેશ- વિદેશના પ્રવાસીઓની સુવિધામાં પણ વધારો થશે. હાલ જૂનાગઢ જિલ્લાથી નજીક રાજકોટ, પોરબંદર જિલ્લામાં જ એરપોર્ટ છે. ત્યારે હવે સાસણ ગીરમાં એશિયાટિક સિંહોના દર્શન, ગીરનાર રોપ-વે, સોમનાથ મંદિર અને દિવની મુલાકાત માટે પણ આવતા પ્રવાસીઓ વિમાની સેવાનો લાભ મળતો થશે.
17મીથી મુંબઇ-કેશોદ-મુંબઇ રૂટ પર વિમાની સેવાનો પ્રારંભ
કલેક્ટર રચિત રાજના જણાવ્યા મુજબ ઉડાન પ્રોગ્રામ અંતર્ગત તા.17મી એપ્રિલથી મુંબઇ- કેશોદ- મુંબઇ રૂટ પર વિમાની સેવાનો પ્રારંભ થશે. જે માટે એરપોર્ટ બિલ્ડીંગના રીનોવેશન સહિતની જરૂરી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા અને તેની આજુબાજુના પ્રવાસન સ્થળો માટે પ્રવાસીઓની સેવામાં વધારો થવાથી સોરઠના પર્યટન ઉધોગને સારો વેગ મળશે. સોરઠના સાસણ ગીર, ગીરનાર, સોમનાથ અને દીવ વચ્ચે ટુરીઝમ સર્કીટ વિકસિત થશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Religion 16મી એપ્રિલથી મુંબઈ-કેશોદ પ્લેન સેવા શરૂ થશે; સપ્તાહમાં ત્રણવાર ઉડાન ભરશે મુંબઈ-કેશોદ...