Face Of Nation 13-04-2022 : રાજ્યભરમાં લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. જો કે, આગામી 24 કલાક બાદ રાજ્યમાં ગરમીનો પારો હજુ પણ ઉચકાય તેવી શક્યતા છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોચી શકે છે.અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જેમાં 2થી 3 ડિગ્રી સુધી વધારો પણ થઈ શકે છે. તો બીજીતરફ હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસ બાદ રાજ્યમાં ગરમીનું જોર ફરી વધી શકે છે. 16 એપ્રિલના કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાંથી વિશેષ કરીને બનાસકાંઠામાં કાળઝાળ ગરમીની સંભાવનાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે.
ગરમીનો પારો 44 ડિગ્રી પહોંચે તેવી શક્યતા
રાજ્યમાં ગરમીની વાત કરીએ તો અમદાવાદ સહિત ગુજરાતમાં ફરી ગરમીનો રાઉન્ડ શરૂ થશે. આજે અમદાવાદ સહિત અનેક શહેરોમાં તાપમાન 41 ડિગ્રીએ પહોંચી ગયું છે. જ્યારે બીજી બાજુ હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી 24 દરમિયાન અમદાવાદ, ગાંધીનગર સહિત ગુજરાતના અનેક શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છમાં કાળઝાળ હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).