Home World ઝેલેન્સ્કીએ ચેતવણી આપી; “યુક્રેનને વધુ હથિયાર ન મળ્યા તો યુદ્ધમાં વધુ લોહીની...

ઝેલેન્સ્કીએ ચેતવણી આપી; “યુક્રેનને વધુ હથિયાર ન મળ્યા તો યુદ્ધમાં વધુ લોહીની નદીઓ થશે વહેતી”!

Face Of Nation 14-04-2022 : યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું કે જો અમને વધુ હથિયાર નહીં મળે તો આ યુદ્ધમાં વધુ લોહીની નદીઓ વહેતી થશે તેમજ પીડા અને દરેક જગ્યાએ વિનાશ જોવા મળશે. એક વીડિયો સંબોધનમાં ઝેલેન્સ્કીએ કહ્યું કે રશિયાએ જે યોજના બનાવી હતી તેની તુલનાએ ઘણી સારી રીતે લાંબા સમયથી અમે અમારી સુરક્ષા કરી રહ્યાં છીએ. પરંતુ રશિયામાં હજુ પણ યુક્રેન વિરૂદ્ધ હુમલાઓ કરવાની ક્ષમતા છે. અને જો યુક્રેનની આઝાદી છીનવાય જશે તો તેમનું આગામી નિશાન પોલેન્ડ, મોલ્ડોવા, રોમાનિયા અને બાલ્ટિક દેશ હશે.
યુક્રેન પહોંચ્યા પોલેન્ડ અને 3 બાલ્ટિક દેશના રાષ્ટ્રપતિ
પોલેન્ડના રાષ્ટ્રપતિ આંદ્રેજ ડૂડા અને ત્રણ બાલ્ટિક રાષ્ટ્રોના રાષ્ટ્રપતિ રશિયન હુમલાને કારણે યુક્રેનને રાહત સામગ્રી ઉપલબ્ધ કરાવવાની વાતચીત પહેલા યુદ્ધ પ્રભાવિત દેશ પહોંચ્યા છે. ડૂડાના કર્મચારી પોવેલ સજરોતે કહ્યું કે પોલેન્ડના રાષ્ટ્રપતિ લિથુઆનિયા, લાતવિયા અને એસ્ટોનિયાના રાષ્ટ્રપતિની સાથે હજુ યુક્રેનનાં જ છે. તેઓ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત પહેલા કીવની મુલાકાત લઈ રહ્યાં છે.
બેલ્ગોરોદમાં રશિયન કાફલાની તહેનાતી જોવા મળી
રશિયા-યુક્રેન વચ્ચે 48 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. હજુ તે ખબર નથી કે આ યુદ્ધ હજુ કેટલી તારાજી કરશે. આ વચ્ચે યુક્રેનની રાજધાની કીવમાં હજુ સુધી 720 મૃતદેહ મળી આવ્યા છે. મૃત્યુ પામનાર તમામ નાગરિક છે. તો 200થી વધુ લોકો ગુમ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ રશિયન સેના રાજધાની કીવ પર કબજો મેળવવા માટે જોરદાર હુમલાની તૈયારીમાં છે. પૂર્વી યુક્રેન પર જોરદાર હુમલા માટે રશિયા મોટાપાયે તૈયારીઓ કરી રહ્યું છે. સૈન્ય પ્રવૃતિઓની એક સેટેલાઈટ તસવીર સામે આવી છે. બેલ્ગોરોદમાં રશિયન કાફલાની તહેનાતી જોવા મળે છે.
બ્રિટને 178 રશિયન અલગતાવાદીઓ પર લગાવ્યા પ્રતિબંધ
બ્રિટિશ સરકારે બુધવારે રશિયા વિરૂદ્ધ વધુ પ્રતિબંધ મુક્યા છે. બ્રિટને કથિત દોનેત્સ્ક અને લુહાંસ્ક પીપલ્સ રિપબ્લિક્સના સ્વઘોષિત પ્રધાનમંત્રી સહિત 178 રશિય અલગતાવાદીઓ પર પ્રતિબંધ લગાવ્યા છે. આરોપ છે કે આ લોકો યુક્રેનના આ વિસ્તારમાં રશિયાના ગેરકાયદે કબજાઓનું સમર્થન કરે છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).