Face Of Nation 14-04-2022 : ચીનમાં કોરોના વાયરસની ત્રીજી લહેર કાબૂ બહાર થઈ રહી છે. કડક પ્રતિબંધો છતાં ચીનમાં કોરોનાના રેકોર્ડ કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 26 હજારથી વધુ કેસ નોંધાયા છે. હોંગકોંગમાં ત્યાંના લોકોનું કહેવું છે કે, તેઓ દિવસમાં માત્ર એક જ વાર જમે છે. આ દરમિયાન ભારતે શાંઘાઈમાં તેની કોન્સ્યુલર સેવાઓ બંધ કરી દીધી છે. ચીની પ્રશાસને કહ્યું કે, 12મી એપ્રિલે કોરોનાના 25,141 નવા કેસ નોંધાયા છે, જ્યારે લક્ષણોવાળા 1,189 કેસ મળી આવ્યા છે. કોરોનાના વધતા જતા કેસ વચ્ચે ઝીરો કોવિડ પોલિસીનો બચાવ કરતા ચીનના વિદેશ મંત્રીના પ્રવક્તાએ કહ્યું કે, ‘આ પોલિસી એન્ટી એપિડેમિક પ્રોટોકોલ સાયન્સ અને એક્સપર્ટ ઓપિનિયન પર આધારિત છે.’
દિવસમાં માત્ર એક જ વાર જમવા મજબૂર
અહીં, લોકડાઉનને કારણે શાંઘાઈમાં સ્થિતિ વણસી રહી છે. ચીનના મુખ્ય શહેર જિયાંગસુ, ચાંગઝોઉ, શાંઘાઈમાંથી બહાર આવ્યા હતા. જ્યાં લોકોની ભીડ જરૂરી વસ્તુઓ માટે સુરક્ષા વ્યવસ્થા તોડતી જોવા મળી રહી છે. ચીનના સૌથી મોટા અને સૌથી ધનિક શહેર શાંઘાઈમાં કોવિડ લોકડાઉન હેઠળ ભોજન માટે તોફાન કરી રહ્યા છે. જેમાં મેડિકલ સેન્ટર અને સુપરમાર્કેટની આસપાસ લૂંટ થઈ રહી છે. હોંગકોંગમાં સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે, તેઓ દિવસમાં માત્ર એક જ વાર ખાય છે. શાંઘાઈમાં રોગચાળાની સ્થિતિ વણસી રહી છે. શહેર અનિશ્ચિત સમય માટે બંધ રહેશે. જેનો અર્થ છે કે ત્યાંના રહેવાસીઓને તેમના ઘરની બહાર નીકળવાની મંજૂરી નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).