Home Uncategorized “લંકામાં દૂધ સોના કરતાં પણ મોંઘું”; રાષ્ટ્રપતિ ભવનની સામે સ્થાનિકોએ લગાવ્યા તંબુ,...

“લંકામાં દૂધ સોના કરતાં પણ મોંઘું”; રાષ્ટ્રપતિ ભવનની સામે સ્થાનિકોએ લગાવ્યા તંબુ, કહ્યું-રાજપક્ષે આપે રાજીનામું!

Face Of Nation 14-04-2022 : દેશના 22 કરોડ લોકો પણ લાંબા સમયથી પાવર કટનો સામનો કરી રહ્યા છે. અહીંના લોકો માટે દૂધ સોના કરતાં પણ મોંઘું થઈ ગયું છે. બે સમયની રોટલી માટે પણ લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સરકારને લોકોની સમસ્યા દેખાતી નથી. શ્રીલંકામાં આ સમયે સ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ છે. આગળ શું થશે તેની કોઈને ખબર નથી. દેશ આર્થિક, રાજકીય અને સામાજિક રીતે સંપૂર્ણપણે અસ્થિર બની ગયો છે.
ભારતનું સૌથી વધુ દેવું શ્રીલંકા પર
રાજધાની કોલંબોના ગાલે ફેસ ગ્રીન વિસ્તારમાં આવેલી મોંઘી હોટલોની બહાર રંગબેરંગી ટેન્ટ દેખાઈ રહ્યા છે. અહીં પોર્ટેબલ ટોઇલેટ પણ લગાવવામાં આવ્યા છે. લાઉડસ્પીકરથી ભરેલી ટ્રકોમાં ગીતો વગાડવામાં આવી રહ્યા છે. ખાણીપીણીના સ્ટોલ પણ ઉભા કરાયા છે. અહીંનું વાતાવરણ કોઈ કાર્નિવલથી ઓછું નથી. લોકો ગીતોની વચ્ચે ‘ગો હોમ ગોટા’ના નારા પણ લગાવી રહ્યા છે. વૃદ્ધોથી લઈને બાળકો સુધી તમામે સરકાર સામે મોરચો ખોલ્યો છે. ઘણા નાગરિકો હાથમાં પ્લેકાર્ડ લઈને રસ્તા પર બેસીને દેશને વેચવાથી બચાવવા માટે વિરોધ કરી રહ્યા છે. વિરોધીઓને અહીં આઈસ્ક્રીમ, ઠંડા પીણા પણ મળી રહ્યા છે. શ્રીલંકા પર લગભગ $51 બિલિયનનું વિદેશી દેવું છે. ચીનને આમાં સૌથી વધુ નુકસાન થશે, કારણ કે તેણે સૌથી વધુ દેવું શ્રીલંકાને આપ્યું છે. શ્રીલંકાના કુલ બાહ્ય દેવામાં ચીનનો હિસ્સો લગભગ 10 ટકા છે. ચીન પછી જાપાન અને ભારતનું સૌથી વધુ દેવું શ્રીલંકા પર છે.
ચીનનું દેવું દેશની કુલ લોનના 15 ટકા જેટલું છે
શ્રીલંકાએ તેના કુલ દેવાના 47 ટકા ડેટ માર્કેટમાંથી લીધા છે. ચીનનું દેવું દેશની કુલ લોનના 15 ટકા જેટલું છે. દેશમાં એશિયન ડેવલપમેન્ટ બેંકની 13 ટકા, વિશ્વ બેંકની 10 ટકા, જાપાનની 10 ટકા અને ભારતની 2 ટકા ભાગીદારી છે. વિદેશી હૂંડિયામણના ઓછા ભંડારને કારણે સરકારે આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. જેના કારણે દેશમાં ઈંધણ, દૂધ પાવડર જેવી જરૂરી વસ્તુઓની અછત સર્જાઈ હતી અને લોકો રસ્તા પર આવી ગયા હતા. મોંઘવારી બે આંકડામાં પહોંચી ગઈ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).