Face Of Nation 14-04-2022 : અમદાવાદ શહેરમાં એક બાદ એક પ્રોજેકટ તૈયાર થયા રહ્યા છે. રિવરફ્રન્ટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મેટ્રો રેલ પ્રોજેકટ, વોક-વે બ્રિજ બાદ બુલેટ ટ્રેનનો પ્રોજેકટનું કામ બુલેટ ગતિએ ચાલી રહ્યું છે. ત્યારે હવે અમદાવાદ રેલવે સ્ટેશનનું 4 હજાર કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશને નવો લુક આપવા માટે એક ડીઝાઇન તૈયાર કરવામાં આવી છે. જેનું એક બેઠકમાં પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડીઝાઇનને ફાઇનલ કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે. હડસન હાઈલાઈન પાર્ક પરથી એક ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. જ્યારે આ ડીઝાઇન પર અમદાવાદ રેલવે સ્ટેશનને નવો લુક આપવામાં આવશે તો એક આકર્ષક નજારો જોવા મળશે.
કાલુપુર રેલવે સ્ટેશન પર નવી ડીઝાઇન તૈયાર
ગાર્ડન, મોલ, એલિવેશન રોડ, બુકીંગ એરિયા, રેસ્ટ રૂમ, અન્ય આધુનિક ટેકનોલોજી સાથે ઉભું રેલવે સ્ટેશન કરવામાં આવશે. જુના ટ્રેકની સંખ્યા જાળવી રાખી અથવા ટ્રેકની સંખ્યા વધારે બનાવાશે. મુસાફર કાલુપુર અને સરસપુર બંને તરફથી એન્ટ્રી લઈ શકશે. જે માટે વિશાળ એન્ટ્રી અને એકઝીટ ગેટ બનાવશે. 1966થી કાલુપુર રેલવે સ્ટેશન પર 12 પ્લેટફોર્મ છે. 16 ટ્રેક સાથે 200 ટ્રેનની અવરજવર સાથે કાર્યરત છે. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી ટ્રેન, મેટ્રો અને બુલેટ ટ્રેનનું સ્ટેશન બની રહેશે. કાલુપુર રેલવે સ્ટેશનના વિસ્તારમાં ઝૂલતા મિનારા પણ છે, પરંતુ ઝૂલતા મિનારા જળવાય રહે તે રીતે આજુબાજુનો વિસ્તારનું ડેવલોમેન્ટ કરાશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).