Home Politics જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી પેહલા જ ભંગાણ,વીનુ અમીપરાએ જૂનાગઢ કોંગ્રેસ પ્રમુખના પદેથી...

જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી પેહલા જ ભંગાણ,વીનુ અમીપરાએ જૂનાગઢ કોંગ્રેસ પ્રમુખના પદેથી ધરી દીધું રાજીનામું

ચૂંટણી ટાણે જ જૂનાગઢ કોંગ્રેસ શહેર પ્રમુખ ખૂદ નારાજ થઇ જતા કોંગ્રેસમાં મોટું ભંગાણ. વીનુ અમીપરાએ જૂનાગઢ કોંગ્રેસ પ્રમુખના પદેથી રાજીનામું ધરી દીધું

Face Of Nation:ગુજરાતમાં એક પછી એક રાજકીય તહેવારો આવી રહ્યાં છે, રાજકીય પાર્ટી સતત વ્યસ્ત જોવા મળી રહી છે, રાજ્યસભાની ચૂંટણી બાદ હવે જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીનું બ્યૂંગલ ફૂકાઇ ગયું છે. ચૂંટણી જાહેર થતા જ શહેરમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. તો હંમેશાની જેમ આ વખતે પણ ચૂંટણી આવતા જ કોંગ્રેસના નેતાઓમાં નારાજગી પણ સામે આવી છે.

ચૂંટણી ટાણે જ જૂનાગઢ કોંગ્રેસ શહેર પ્રમુખ ખૂદ નારાજ થઇ જતા કોંગ્રેસમાં મોટું ભંગાણ આવ્યું છે. વીનુ અમીપરાએ જૂનાગઢ કોંગ્રેસ પ્રમુખના પદેથી રાજીનામું ધરી દીધું છે. અમીપરાએ જણાવ્યું કે હું અને મારી શહેર સમીતી સતત લોકો વચ્ચે રહીને કોંગ્રેસને મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યાં હતા, પરંતુ અમારા કર્મનિષ્ઠ કાર્યકરોને પૂરતો ન્યાન આપવામાં આવ્યો નથી. વીનુ અમીપરા ગુજરાત પ્રદેશ નેતાઓ સતત તેઓની અવગણના કરી રહ્યાં છે.

જો કે અમીપરાએ એમ પણ જણાવ્યું કે હું શહેર પ્રમુખ તરીકે રાજીનામું આપું છું, પરંતુ પાયાના કાર્યકર્તા તરીકે કોંગ્રેસ માટે કામ કરતો રહીશ. બીજી બાજુ શહેર પ્રમુખની નારજગીથી પ્રદેશ હાઇકમાન્ડ દોડતું થઇ ગયું છે. નારાજ શહેર પ્રમુખને મનાવવા માટે પ્રયાસો પણ કરવામાં આવી રહી છે. જો કે અમીપરાના રાજીનામાથી જૂનાગઢ ભાજપ ગેલમાં આવી ગયું છે.