Face Of Nation 15-04-2022 : ગુજરાતમાં શિક્ષણમંત્રીએ આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ શિક્ષણ પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને AAPના નેતા મનીષ સિસોદિયાએ તાજેતરમાં જ ગુજરાતના શિક્ષણમંત્રીના મતવિસ્તાર ભાવનગરની સરકારી સ્કૂલોની મુલાકાત લઈને સરકારની નિષ્ફળતાની પોલ ખોલી હતી. ત્યાર બાદ સરકારે ભાવનગરની ખંડેર હાલતમાં રહેલી સ્કૂલોને રિનોવેટ કરવાની શરૂઆત કરી હતી. હવે આમ આદમી પાર્ટી(AAP)એ શિક્ષણને લઈને નવું અભિયાન શરૂ કર્યું છે. એમાં પાર્ટી દ્વારા એક નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર જનતાને ખંડેર સ્કૂલોના ફોટા મોકલવા જણાવ્યું છે. આ ફોટાને પાર્ટી મીડિયા અને સોશિયલ મીડિયા થકી પ્રધાનમંત્રીને મોકલશે અને સરકારની નિષ્ફળતાને ઉજાગર કરશે.
ભાવનગરની સ્કૂલોમાં રિનોવેશન શરૂ થયું
AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે અમે સરકાર સામે પ્રજાના પ્રશ્નો ઉઠાવ્યા છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણી અને મુખ્યમંત્રીને દિલ્હીની સરકારી સ્કૂલો જોવા માટેનું આમંત્રણ આપ્યું છે. AAPના આવવાથી દિલ્હીમાં શિક્ષણનું કામ થયું એ ચર્ચાનો વિષય બન્યું છે. રાજ્યમાં આજદિન સુધી હિન્દુ-મુસ્લિમ અને સમાજની રાજનીતિ થઈ પણ અમે શિક્ષણની રાજનીતિની ચર્ચા કરી છે. હાલમાં ભાવનગરની સ્કૂલોમાં પણ રિનોવેશનનું કામ શરૂ થઈ ગયું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).