Face Of Nation 16-04-2022 : પાકિસ્તાનમાં નવા વડાપ્રધાન શાહબાઝ શરીફે ઈમરાન ખાનને અસલી ચોર ગણાવ્યા છે. શાહબાઝના જણાવ્યા મુજબ ઈમરાન ખાને પાકિસ્તાનના સરકારી ખજાનામાં જમા 14 કરોડની ગિફ્ટ્સ દુબઈમાં વેચી નાખી છે અને સરકારની પાસે તેના પુરતા પુરાવા પણ છે. શાહબાઝનો આ દાવો ચોંકાવનારો બિલકુલ નથી, કેમકે ગત વર્ષે ઓક્ટોબરમાં પહેલી વખત પાકિસ્તાની મીડિયાના રિપોટ્સમાં દાવો કરાયો હતો કે સરકારી ખજાનાનો કેટલોક અતિ કિંમતી સામાન વેચવામાં આવ્યો છે. આમ તો રસપ્રદ વાત એ છે કે ઈમરાને ક્યારેય શાહબાઝ શરીફ સાથે હાથ મિલાવ્યા કેમકે તેમના મતે શરીફ પરિવાર ચોર, ડાકૂ અને લુટેરો છે. હવે ખાનની ખુરશી ગઈ તો તેમના કારનામા પણ સામે આવવા લાગ્યા છે.
શાહબાઝે શું કહ્યું?
શાહબાઝે ઈસ્લામાબાદમાં એક રોઝા ઈફ્તાર પાર્ટીમાં ઉપસ્થિત રહ્યાં હતા. જ્યાં કેટલાંક પત્રકાર પણ હાજર હતા. વાતવાતમાં કોઈ જર્નાલિસ્ટે શાહબાઝને સરકારી ખજાનામાં ગરબડ અંગે સવાલો પૂછ્યો. જેના પર વઝીર-એ-આઝમ શાહબાઝે કહ્યું- ઈમરાન ખાને 14 કરોડ રૂપિયાની ભેટ દુબઈમાં વેચી નાખી છે. સરકારની પાસે તેના પુરતા પુરાવા પણ છે. શાહબાઝે તે જર્નાલિસ્ટને તેમ પણ જણાવ્યું કે, વેચાયેલી ગિફ્ટ્સમાં ડાયમંડ, જ્વેલરી, બ્રેસલેટ્સ અને અતિકિંમતી રિસ્ટ વોચ પણ સામેલ છે. શાહબાઝનું માન્યું કે એક વખત તેમને પણ એક કિંમતી રિસ્ટ વોચ ભેટ તરીકે મળી હતી, પરંતુ તેમને તે સરકારી ખજાનામાં જમા કરાવી દીધી હતી. શાહબાઝે કહ્યું- મને કંઈજ છુપાવવું પડે તેવું લાગતું નથી.
કાયદો શું કહે છે?
પાકિસ્તાનના ઓફિશિયલ સીક્રેટ એક્ટ મુજબ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન કે કોઈ પણ મંત્રીને સરકારી યાત્રા દરમિયાન કોઈ દેશમાંથી ગિફ્ટ્સ મળે છે તો તેને સરકારી ખજાનામાં જમા કરાવવી જરૂરી છે. જો તે આ ગિફ્ટ્સને પોતાની પાસે રાખવા માગે છે તો તેની હરાજી થશે. હરાજી દરમિયાન બોલીમાં જે કિંમત નક્કી થશે તેને ચુકવીને આ ગિફ્ટ્સ પોતાની પાસે રાખી શકે છે. બોલી કે હરાજીથી મળનારી રકમ સરકારી ખજાનામાં જમા કરાવવાની હોય છે.
ઈમરાનની પાર્ટીનો ઈનકાર
ઈમરાન ખાન સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા ફવાદ ચૌધરીએ શાહબાઝના આરોપનો જવાબ આપ્યો. કહ્યું- મને તો સમજાતું નથી કે અંતે પ્રધાનમંત્રી કહેવા શું માગે છે. આ ઈમરાનના સાફ છબિને બગાડવાનું ષડયંત્ર છે. જો તેમને કોઈ ગિફ્ટ પોતાની પાસે રાખી લીધી કે વેચી નાખી તો તેમાં ખોટું શું છે. તેનાથી કોઈ ક્રિમિનલ પુરવાર થઈ જાય છે શું? તેનાથી કોઈ જ ફર્ક નથી પડતો કે ગિફ્ટ 10 રૂપિયાની છે કે 10 કરોડની. જો તે મને મળી હોય તો તે હું કાં મારી પાસે રાખી શકું છું કે વેચી શકું છું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home News “બકરી ડબ્બામાં પુરાણી”; પાક.માં નવા પ્રધાનમંત્રી બોલ્યા-ઈમરાન ખાને 14 કરોડ રૂ.ની સરકારી...