Face Of Nation 16-04-2022 : સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યાથી સમગ્ર ગુજરાત હચમચી ગયું હતું. હવે આ કેસનો ચુકાદો આજના બદલે આગામી 21મી એપ્રિલના રોજ આવશે. ઉલ્લેખનીય છે કે, કોર્ટમાં આરોપીના વકીલ ફેનીલ ગોયાણીના વકીલો કોર્ટમાં હાજર ન રહેતાં કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો અને આગામી 21મી તારીખે આ મામલે કોર્ટ પોતાનો ચુકાદો આપશે. 6 એપ્રિલના રોજ સેસન્સ કોર્ટેમાં ગ્રીષ્મા હત્યા કેસની બન્ને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ગઈ છે.
હત્યારાને કડક સજા કરવા માંગ
હત્યારા ફેનિલ ગ્રીષ્માને એક તરફી પ્રેમ કરતો હોવાથી તે લગાતાર ગ્રીષ્માનો પીછો કરતો હતો. પંરતુ ગ્રીષ્માને આ વાત નાપસંદ હોવાથી તેને આ અંગે પરિવારને જાણ પણ કરી હતી. 12મી ફેબ્રુઆરીએ જ્યારે ગ્રીષ્માના મોટાબાપા અને તેને ભાઈ ફેનિલને ઠપકો આપવા ગયા ત્યારે હત્યારા ફેનિલે તેમની સાથે મારપીટ કરી હતી. જેથી ગ્રીષ્મા બચાવવા વચ્ચે પડી ત્યારે ફેનિલે તેને પકડીને છરીથી તેનુ ગળુ કાપી હત્યા કરી દીધી હતી.જે બાદ ગુજરાતભરમાંથી હત્યારાને કડક સજા થયા તેવી માંગ ઉઠી હતી.
બન્ને પક્ષની દલીલો પૂર્ણ થઇ હતી
6 એપ્રિલે બંને પક્ષની દલીલો પૂર્ણ થતાં સરકારી વકીલ નયનભાઈ સુખડવાળાના સમગ્ર કેસ અને કોર્ટની ટ્રાયલ અંગે જણાવ્યું હતું કે સુરતમાં 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની હત્યા ફેનિલે કરેલી તે કેસની ન્યાયી કાર્યવાહી સુરતના મુખ્ય ન્યાયાધીશ વીમલ કે વ્યાસ સાહેબના કોર્ટમાં પૂર્ણ થઈ હતી. આ ટ્રાયલ રોજિંદા ધોરણે કરવામાં આવી. ફરિયાદ પક્ષ તરફથી 100 વધુ દસ્તાવેજી પુરાવા અને 100 જેટલા જ સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી હતી. આરોપીને ફર્ધર સ્ટેટમેન્ટમાં 900થી ઉપરાંત સવાલો પૂછવામાં આવ્યા. 355 પાનાનું ફર્ધર સ્ટેટમેન્ટ પણ આરોપીનું હતું. ત્યારે પછી બંને પક્ષોની દલીલ શરૂ થઈ હતી. જે એક અઠવાડિયા સુધી ચાલી હતી જે 6 એપ્રિલે પૂર્ણ થઈ હતી.
કેસની તપાસ કેવી રીતે થઈ ?
ગ્રીષ્મા વેકરિયા મર્ડર કેસને લઈ SIT ની રચના કરાઈ હતી. જેમાં કુલ 10 અધિકારીઓની ટીમ બનાવવામાં આવી હતી. જેનું ડાંગ SPના સુપરવિઝન હેઠળ તપાસ શરૂ કરાઈ હતી. જેમાં 1 SP, 1 ASP, 2 DySP, 5 PI,1 PSI દ્વારા કેસની તપાસ હાથ ધરાઈ હતી. આ સમગ્ર ઘટનામાં પોલીસે ફેનિલને સાથે રાખી સુરત ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું. તેમજ પોલીસે 190 સાક્ષીઓમાંથી 105 સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતાં. જેમાં 85 સાક્ષીઓને ડ્રોપ કરાયા હતાં. બીજી આ મામલે કોર્ટમાં ડે ટુ ડે કેસની સુનાવણી થઈ હતી. પોલીસે 7 દિવસમાં 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ હતી. તેમજ ગ્રીષ્મા કેસમાં 23 પંચનામાં હતા આ સાથે પોલીસે 188 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતાં. જ્યારે કામરેજ પોલીસે 7 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).