Face Of Nation 16-04-2022 : અમદાવાદમાં દાયકાઓ જૂના કેમ્પ હનુમાન મંદિરને રિવરફ્રન્ટ ખસેડવા કેટલાક સમયથી ચર્ચાઓ થઈ રહી હતી. આ મુદ્દો કોર્ટમાં પણ પહોંચ્યો હતો, પરંતુ હવે મંદિર ટ્રસ્ટ તરફથી ખુલાસો કરવામાં આવ્યો છે કે કેમ્પ હનુમાનનું મંદિર સાબરમતી રિવરફ્રન્ટ પર ખસેડવામાં આવશે. બાજી તરફ મંદિરના ટ્રસ્ટીએ કહ્યું હતું કે, ઘણા સમયથી મંદિરમાં વિવાદ ચાલી રહ્યો છે. લાખો શ્રદ્ધાળુઓની આસ્થા હોવાથી મંદિરના વિવાદનો ઝડપથી અંત લાવીશું. જન્મોત્સવના પ્રસંગ સમયે જ પૂજારી અને ટ્રસ્ટીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાની ચર્ચાઓ વહેતી થઈ હતી.
મંદિરમાં પુજારી-ટ્રસ્ટી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે
કેમ્પ હનુમાન મંદિરના ટ્રસ્ટી સુધિર નાણાંવટીએ કહ્યું હતું કે, મંદિરમાં પુજારી અને ટ્રસ્ટી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ભૂતકાળમાં મારામારી જેવી ઘટનાઓ પણ બની હતી. તેમણે પ્રસાદ વિતરણને લઈને કહ્યું હતું કે, પ્રસાદનું વિતરણ કોરોનાના લોકડાઉન પહેલા દોઢ વર્ષ જેટલા સમયથી બંધ કરવામાં આવ્યું છે. તેનું મુખ્ય કારણ એ છે કે મંદિરમાં જે શ્રદ્ધાળુઓ આવે છે તે વાંદરાઓને આ પ્રસાદ ખવડાવતા હોય છે. જેનાથી વાંદરાઓની સંખ્યા મંદિરમાં વધી રહી હતી.
પ્રસાદ બહારથી તૈયાર કરીને મંદિરમાં લવાશે
આ વાંદરાઓને ભગાડવા માટે એર ગનની જરૂર પડે છે. પરંતુ આર્મી કેન્ટોનમેન્ટ હોવાથી અહીં એરગનનો ઉપયોગ થઈ શકે નહીં. જેથી પ્રસાદનું વિતરણ બંધ કરવામાં આવ્યું હતું.પ્રસાદના વિતરણમાં પુજારી તરફથી પણ ગેરરીતિઓ સામે આવી હતી. પરંતુ હવે ફરીવાર મંદિરમાં પ્રસાદનું વિતરણ ચાલુ કરાશે. પરંતુ એ પ્રસાદ બહારથી તૈયાર કરીને મંદિરમાં લાવવામાં આવશે. બાદમાં ભગવાનને ધરાવીને મંદિરમાં દર્શનાર્થે આવતાં શ્રદ્ધાળુઓને આપવામાં આવશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat પૂજારી-ટ્રસ્ટી વચ્ચે વિવાદ: કેમ્પ હનુમાન મંદિરના ટ્રસ્ટીએ કહ્યું વિવાદનો ઝડપથી લાવીશું અંત,...