Home News “બેઠક સમાજ હિત કે રાજકારણ”?: નારાજગી વચ્ચે હાર્દિક નરેશ પટેલને મળ્યા; રાજકોટમાં...

“બેઠક સમાજ હિત કે રાજકારણ”?: નારાજગી વચ્ચે હાર્દિક નરેશ પટેલને મળ્યા; રાજકોટમાં હાર્દિકની નરેશ પટેલના ઘરે 3 કલાકની મેરેથોન બેઠક!

Face Of Nation 16-04-2022 : હાર્દિક પટેલની કથિત નારાજગી વચ્ચે મહત્વના સમાચાર આવી રહ્યા છે. એક તરફ ખોડલધામના નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવા સંકેતો મળી રહ્યા છે, એવામાં કોંગ્રેસથી કથિત રીતે નારાજ ચાલતા હાર્દિક પટેલે તેમની સાથે બેઠક યોજી છે. રાજકોટમાં આજે 3 કલાક સુધી હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે બંધબારણે મેરેથોન બેઠક યોજાઈ હતી. રાજકીય વર્તૂળોમાં આ બેઠકને નવાજૂના એંધાણના રૂપમાં જોવામાં આવી રહી છે. એટલું જ નહીં, બંને પાટીદાર નેતાઓની બેઠકને લઈ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે.
બંનેની બેઠકમાં સમાજ હિત કે રાજકારણ?
આજે 3 કલાક સુધી હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે બેઠક ચાલી હતી. આ બેઠક રાજકોટમાં નરેશ પટેલના નિવાસસ્થાને યોજાઈ હતી. નરેશ પટેલને કોંગ્રેસમાં જોડવા માટે હાર્દિક પટેલે અગાઉ ખૂબ પ્રયાસો કર્યા હતા. જેમાં હાર્દિકે જાહેરમાં નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આહ્વાન કર્યુ હતુ. પરંતુ ત્યારબાદ હાર્દિકની કોંગ્રેસ સાથે કથિત નારાજગી હોવાનું પણ સામે આવ્યુ હતુ. ત્યારે હવે આ બેઠકને લઈ સવાલો ઉઠી રહ્યા છે કે, હાર્દિકે આ બેઠકમાં નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આગ્રહ કર્યો હશે? કે પછી માત્ર સમાજના હિત અંગે જ ચર્ચા વિચારણા કરવામાં આવી હશે?
કોંગ્રેસે નરેશ પટેલ મુદ્દે ઝડપથી નિર્ણય લેવો જોઈએ
હાર્દિક પટેલે અગાઉ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે ભાજપ કોઈપણ વ્યક્તિ સાથે વાત કરવા અથવા તો તેને પોતાની તરફ ખેંચવા માટે આક્રમક હોય છે, પરંતુ કોંગ્રેસમાં માત્ર વાતો થઈ રહી છે. છેલ્લા બે મહિનાથી નરેશભાઈને કોંગ્રેસમાં લેવા માટેની ચર્ચાઓ થઈ રહી છે. કોંગ્રેસના કેટલાક કહેવાતા નેતાઓ એવું કહે છે કે નરેશ પટેલે ડિમાન્ડ રાખી છે, પરંતુ હું કહું છું કે નરેશભાઈએ કોઈ ડિમાન્ડ રાખી નથી. કોંગ્રેસને કોઈ સમાજનું અપમાન કરવાનો અધિકાર નથી, જેથી હવે કોંગ્રેસ હાઈકમાન્ડે ઝડપથી આ મુદ્દે નિર્ણય લેવો જોઈએ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).