Home News દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતિની શોભાયાત્રામાં પથ્થરમારો; જેહાદીઓએ પથ્થર, તલવાર અને ગોળીઓ ચલાવી,પોલીસો...

દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતિની શોભાયાત્રામાં પથ્થરમારો; જેહાદીઓએ પથ્થર, તલવાર અને ગોળીઓ ચલાવી,પોલીસો થઈ ઘાયલ!

Face Of Nation 16-04-2022 : દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો છે. મળતી માહિતી મુજબ ઉપદ્રવિઓએ પથ્થરમારો કર્યા બાદ કેટલીક જગ્યાએ આગ પણ લગાડી હતી. તેમજ તલવાર અને ગોળીઓ ચલાવવાની માહિતી પણ સામે આવી રહી છે. હુમલા બાદ વિસ્તારમાં તણાવ જોવા મળી રહ્યો છે. પથ્થરમારાની આ ઘટના કુશલ સિનેમા પાસે થયો. જે બાદ ત્યાં હોબાળો થઈ ગયો છે. અનેક ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી છે. તો કેટલાંક પોલીસવાળા પણ ઘાયલ થઈ ગયા છે. જે બાદ મોટી સંખ્યામાં પોલીસની ટુકડી મોકલવામાં આવી છે.ગૃહ મંત્રાલય દ્વારા મળતી માહિતી મુજબ ઘટનામાં એક પોલીસ કર્મચારી ઘાયલ થયો છે. ફોર્સ વિસ્તારમાં માર્ચ કરી રહી છે. હાલ સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા વિનોદ બંસલે ટ્વીટ કરી જણાવ્યું કે હનુમાન જયંતીની શોભાયાત્રામાં ઈસ્લામિક ચરમપંથીઓએ હુમલો કર્યો. હુમલામાં ફાયરિંગ અને પથ્થરમારાના સમાચાર છે, જેમાં પોલીસ કર્મચારી સહિત અનેક લોકો ઘાયલ થયા છે. વીએચપી પ્રવક્તા વિનંદ બંસલે ટ્વીટ કરી લખ્યું કે, ‘દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જન્મોત્સવની શોભાયાત્રામાં ઈસ્લામિક જેહાદીઓએ પથ્થર, તલવાર અને ગોળીઓ ચલાવી.’ આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).