વાપીના બલીઠામાં શનિવારે એક ટેન્કરમાં જોરદાર બ્લાસ્ટ તથા આસપાસનો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો.
Face Of Nation: વાપીના બલીઠામાં આજે શનિવારે એક ટેન્કરમાં જોરદાર બ્લાસ્ટ તથા આસપાસનો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. બલીઠામાં અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પર બનેલી આ ઘટનાને કારણ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનામાં ચાર લોકોને ગંભીર ચાર લોકોને ઇજા થઇ હતી.
મળતી માહિતી પ્રમાણે વાપી પાસેના બલીઠામાં એક ગેરેજ પર કેમિકલના એક ખાલી ટેન્કરમાં વેલ્ડીંગ કરવામાં આવી રહ્યું હતું. એ વખતે જ અચાનક ટેન્કર માં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. ધડાકો એટલો જોરદાર હતો કે ટેન્કરના ફુરચે ફુરચા ઉડી ગયા હતા.અને આખું ટેન્કર કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. ટેન્કરનો કાટમાળ પણ આસપાસના વિસ્તારમાં ફંગોળાયો હતો.
ઘટનામાં કામ કરી રહેલા ચાર લોકોને ઇજા થઇ હતી. જેમાંથી બે લોકોની હાલત ગંભીર છે ..જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા માં આવ્યા હતા. ધડાકા બાદ ટેન્કરમાં આગ પણ લાગી હોવાથી વાપીના ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આમ વેલ્ડીંગ કરતી વખતે થયેલ પ્રચંડ ધડાકાને કારણે આસપાસના લોકોના જીવ અધ્ધર થઇ ગયા હતા.