Home News દિલ્હી હિંસા: જહાંગીરપુર પોલીસ છાવણીમાં ફેરવાયું; અત્યાર સુધીમાં 21ની ધરપકડ, CBI કરશે...

દિલ્હી હિંસા: જહાંગીરપુર પોલીસ છાવણીમાં ફેરવાયું; અત્યાર સુધીમાં 21ની ધરપકડ, CBI કરશે તપાસ!

Face Of Nation 17-04-2022 : દિલ્હી હિંસાના આરોપીઓને પોલીસે પૂછપરછ બાદ રોહિણી કોર્ટમાં રજૂ કર્યા છે. કોર્ટે બન્ને મુખ્ય આરોપી અંસાર અને અસલમને પોલીસ રિમાન્ડમાં તથા અન્ય આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા છે. અહીં તપાસ દરમિયાન ગોળીબારની જગ્યાએથી એક બુલેટનું ખોખું મળી આવ્યું છે. પોલીસની 10 ટીમો હિંસાની તપાસ કરી રહી છે. હવે આ કેસ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર દીપેન્દ્ર પાઠકે કહ્યું કે તપાસ ચાલી રહી છે, ફાયરિંગ કરનારા અંસાર-અસલમ સહિત 21 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. RAF અને પોલીસ જહાંગીરપુરમાં સતત ફ્લેગ માર્ચ કરી રહી છે. તો બીજીતરફ DCP નોર્થ વેસ્ટ ઉષા રંગનાનીએ જણાવ્યું કે હિંસામાં આઠ પોલીસ કર્મચારી અને એક નાગરિક ઘાયલ થયા છે. એક સબ ઈન્સ્પેક્ટરને તોફાનીની ગોળી વાગી છે. તે હોસ્પિટલમાં દાખલ છે અને તેની સ્થિતિમાં સુધારો છે. તેમણે વધુમાં જણાવ્યું કે હિંસા પછી અમન કમિટીની બેઠક થઈ હતી. જેમાં લોકોને શાંતિ જાળવવા માટેની અપીલ કરવામાં આવી છે.
તણાવની વચ્ચે સ્થિતિ કાબુમાં
વિસ્તારમાં નાઈટ વિઝન ડ્રોનથી દેખરેખ કરવામાં આવી હતી. સ્પેશિયલ પોલીસ કમિશ્નર દીપેન્દ્ર પાઠકે મોડી રાતે જણાવ્યું કે FIR નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. પાઠકે કહ્યું કે સ્થિતિ સંપૂર્ણ રીતે કન્ટ્રોલમાં છે. સ્થિતિ હવે શાંતિપૂર્ણ છે. અમે લોકોની સાથે સતત સંપર્કમાં છીએ અને શાંતિ જાળવી રાખવા અને અફવા પર ધ્યાન ન આપવાની અપીલ કરી રહ્યાં છે. સુરક્ષા માટે પુરતી સંખ્યામાં પોલીસ અધિકારી અહીં છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).