Face Of Nation 17-04-2022 : દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જન્મોત્સવ પર નીકળી રહેલી શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. શનિવારે સાંજે 6 વાગ્યે થયેલી હિંસા પછી પોલીસે મોડીરાતે એક્શન શરૂ કરી હતી. તોફાનીઓએ પથ્થરબાજી કરી, આ સિવાય ગાડીઓને સળગાવીને સરકારી રેશનની ગાડીને પણ લૂંટી લીધી હતી. તો બીજીતરફ પોલીસનો દાવો છે કે શરૂઆતની તપાસ મુજબ પથ્થરમારાની શરૂઆત મસ્જિદની છતથી થઈ હતી. પથ્થરમારો અને ફાયરિંગથી હિંસા ભડકાવવાની કોશિષ કરાઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ 14 આરોપીઓની ધરપકડ સિવાય લગભગ 30 લોકોની શકના આધારે ધરપકડ કરવામાં આવી છે.
ઝંડો લઈને ઘુસ્યા લોકો, ત્યારે તણાવ વધ્યો
દિલ્હીના સદર જમીયત ઉલેમા મોહમ્મદ આબિદ કાસમીએ દૈનિક ભાસ્કર સાથેની વિશેષ વાતચીતમાં કહ્યું કે તે ઘટનાના સમયે હાજર નહોતો. મસ્જિદની સામે શોભાયાત્રાનું DG ધીમે-ધીમે વાગતુ હતું અને કેટલાક લોકો ઝંડા લઈને મસ્જિદની અંદર ઘુસી ગયા હતા. તેના પગલે તણાવ વધી ગયો હતો. તેમણે કહ્યું કે આ સમગ્ર મામલા માટે પોલીસ અને પ્રશાસન દોષિત છે. તેમણે પુરતી વ્યવસ્થા કરી નહોતી. જોકે પથ્થરમારાના સવાલ પર તેમણે જવાબ આપ્યો નહોતો.
મસ્જિદની સામેથી પસાર થવા પર પથ્થરો ફેંકાયા
શોભાયાત્રા કાઢનાર સ્થાનિક લોકોનું કહેવું છે કે દર વર્ષની જેમ આ વખતે પણ પોલીસ સ્ટેશનની પાસેથી શોભાયાત્રા સી બ્લોક થઈને કુશક સિનેમાંથી જી બ્લોક પહોંચવાની હતી. જોકે મસ્જિદની સામેથી પસાર થવા પર અમારી ઉપર પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. જેના પગલે અફરાતફરી સર્જાઈ હતી. જોતજોતામાં જ સ્થાનિક મુસલમાનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા. જે પોલીસની ડ્યુટી શોભાયાત્રામાં હતી, તેમણે તોફાનીઓને રોકવાની કોશિશ કરી હતી. જોકે પોલીસની સંખ્યા ઓછી હતી. તેના કારણે પોલીસવાળા પણ ઘાયલ થયા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home News જહાંગીરપુર પથ્થરમારો; તોફાનીઓએ સરકારી રાશનનો ટ્રક લૂંટ્યો અને મસ્જિદની છત પરથી પથ્થરમારાની...