Face Of Nation 18-04-2022 : લખીમપુર ખીરીમાં હિંસાના આરોપી આશિષ મિશ્રાને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે આશિષ મિશ્રાના જામીન ફગાવી દીધા છે. તેઓએ એક અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનું રહેશે. આશિષ મિશ્રા ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીનો પુત્ર છે. લખીમપુરમાં ખેડૂતોને માર મારનાર ખેડૂતોના મામલામાં આશિષ મિશ્રાનું નામ સામે આવ્યું હતું. આશિષ મિશ્રાને અલ્હાબાદ હાઈકોર્ટે જામીન આપ્યા હતાં કે જેને હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અલ્હાબાદ હાઈકોર્ટે પીડિત પક્ષનું ધ્યાન નથી રાખ્યું. પીડિત પક્ષને સાંભળવામાં નથી આવ્યો.
હાઇકોર્ટે જામીન અરજી પર પુનર્વિચાર કરવો જોઈએ: SC
સુપ્રીમે કહ્યું કે, હાઈકોર્ટે આશિષ મિશ્રાની જામીન અરજી પર પુનર્વિચાર કરવો જોઈએ. આ સાથે પીડિત પક્ષકારોના વકીલ દુષ્યંત દવેએ વિનંતી કરી છે કે સુપ્રીમે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને કહેવું જોઈએ કે આ વખતે આ મામલો અન્ય કોઈ બેન્ચ સમક્ષ જવો જોઈએ. તેની પર ચીફ જસ્ટિસે કહ્યું કે, આવો આદેશ આપવો યોગ્ય નથી. અમને ખાતરી છે કે એ જ ન્યાયાધીશ આ મુદ્દે ફરીથી સુનાવણી કરવા નહીં ઈચ્છે.
તિકુનિયામાં હિંસામાં 8 લોકો માર્યા ગયા
3 ઓક્ટોબર 2021ના રોજ લખીમપુરના તિકુનિયામાં હિંસામાં 8 લોકો માર્યા ગયા હતા. આરોપ છે કે, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા ઉર્ફે મોનુએ પોતાની જીપ દ્વારા ખેડૂતોને કચડી નાખ્યા હતા. આ કેસમાં ઉત્તરપ્રદેશ એસઆઈટીએ 5000 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. SITએ મુખ્ય આરોપી તરીકે આશિષ મિશ્રાને નામ આપ્યું હતું. એટલું જ નહીં, SITના જણાવ્યાં અનુસાર આશિષ ઘટનાસ્થળે હાજર હતો. આ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે ફેબ્રુઆરીમાં આશિષ મિશ્રાને જામીન આપ્યા હતાં. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).