Face Of Nation 18-04-2022 : લેફ્ટેનન્ટ જનરલ મનોજ પાંડે ભારતના નવા આર્મી ચીફ હશે. 29મા સેના પ્રમુખ બનવા જઈ રહેલા પાંડે આ ઉચ્ચ પદ ઉપર પહોંચનાર સૌ પ્રથમ એન્જિનિયર હશે. અત્યાર સુધી ઈન્ફ્રન્ટ્રી, આર્મર્ડ અને આર્ટિલરી ઓફિસર જ આર્મી ચીફ બનતા રહ્યા છે. લેફ્ટેનન્ટ જનરલ પાંડે 1લી ફેબ્રુઆરી 2022ના રોજ ઉપ સેના પ્રમુખ બન્યા હતા. તેઓ નાગપુરના રહેવાસી છે. પાંડે ચીનની નજીક સિક્કીમ તથા લદ્દાખ સરહદ પર અનેક ઓપરેશનની આગેવાની કરી ચુક્યા છે. ADGPIએ સોશિયલ મીડિય પર નવા આર્મી ચીફનું સ્વાગત કર્યું છે. આર્મી તરફથી કહેવામાં આવ્યું છે કે, પહેલી મેથી, 2022ના રોજ મનોજ પાંડે નવા સેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળી લેશે. વર્તમાન સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેનો કાર્યકાળ આ મહિનાની 30મી તારીખે પૂરો થઈ રહ્યો છે.
એન્જિનિયરિંગનું બેકગ્રાઉન્ડ ધરાવનાર આર્મી ચીફ
નેશનલ ડિફેન્સ એકેડમીની વર્ષ 1982ની બેંચથી પાસઆઉટ મનોજ પાંડે એન્જિનિયરીંગનું બેકગ્રાઉન્ડ ધરાવનાર પ્રથમ આર્મી ચીફ છે. પાંડેએ જમ્મુ-કાશ્મીરમાં LOC પલ્લનવાલામાં ચલાવવામાં આવેલા ઓપરેશન પરાક્રમનું નેતૃત્વ કર્યું હતું. આ ઓપરેશન જમ્મુ-કાશ્મીરમાં વર્ષ 2001માં સંસદ હુમલા બાદ ચલાવવામાં આવ્યું હતું, જેમાં આંતકવાદીઓના હથિયાર સપ્લાયના નેક્સસનો તેમણે ખુલાસો કર્યો હતો. આ ઓપરેશનમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા હતા.
પરમ વિશિષ્ટ મેડલથી પણ સન્માનત થઈ ચુક્યા
લેફ્ટેનન્ટ જનરલ મનોજ પાંડે ચીન નજીક આવેલી ઈસ્ટર્ન કમાન્ડમાં કમાન્ડર તથા બ્રિગેડિયર સ્ટાફના પદ પર કામ કરી ચુક્યા છે. તેઓ લદ્દાખ વિસ્તારના માઉન્ટેન ડિવિઝનમાં એન્જિનિયરીંગ બ્રિગેડનું પદ સંભાળી ચુક્યા છે. આ ઉપરાંત નોર્થ-ઈસ્ટ રિઝનમાં પણ લેફ્ટેનન્ટ જનરલ તરીકે અનેક ઓપરેશમાં ભાગ લઈ ચુક્યા છે. આ ઉપરાંત તેઓ અંડમાન-નિકોબારમાં કમાન્ડર તરીકે પણ કામ કરી ચુક્યા છે. પાંડે પરમ વિશિષ્ટ મેડલથી પણ સન્માનિત થઈ ચુક્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).