Home News દિલ્હી જનારી ‘Go Air’ની ફ્લાઈટ શ્રીનગર એરપોર્ટ પર અટકાવાઈ, અજ્ઞાત વ્યક્તિએ ફોન...

દિલ્હી જનારી ‘Go Air’ની ફ્લાઈટ શ્રીનગર એરપોર્ટ પર અટકાવાઈ, અજ્ઞાત વ્યક્તિએ ફોન પર બોમ્બ અંગે આપી હતી માહિતી!

Face Of Nation 19-04-2022 : દિલ્હી માટે રવાના થનારી ગોએરની પ્લાઈટમાં બોમ્બની માહિતી મળ્યા બાદ સોમવારે શ્રીનગરમાં તેને અટકાવવામાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે કોઈ અજ્ઞાત વ્યક્તિએ ફોન પર બોમ્બ અંગે માહિતી આપી હતી. ત્યારબાદ સુરક્ષાદળોએ વિમાનની પૂરી તપાસ કરી હતી. જોકે વિમાનમાંથી કોઈ જ બોમ્બ મળી આવ્યો ન હતો. કાશ્મીર પોલીસના IG વિજય કુમારે જણાવ્યું હતું કે અમે સંપૂર્ણ વિમાનની તપાસ કરી લીધી છે, તેમાં બોમ્બ જેવું કંઈજ મળ્યું નથી. હવે પોલીસને મળેલા ફોન અંગે માહિતી મેળવવામાં આવી રહી છે. જોકે ફોન બંધ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).