Face Of Nation 19-04-2022 : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારે દહેશતની સ્થિતિમાં યુક્રેનના નાગરિકો દેશ છોડી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સીનું કહેવું છે કે ફેબ્રુઆરીમાં રશિયાના આક્રમણ બાદ 4,869,019 મિલિયન યુક્રેન નાગરિકોએ દેશ છોડી દીધો છે. 2.76 મિલિયન યુક્રેનના નાગરિકો પોલેન્ડમાં પ્રવેશ કરી ચુક્યા છે, જ્યારે 4,58,654 યુક્રેની હંગેરીમાં પ્રવેશ કરી ચુક્યા છે. 7,38,862 યુક્રેની નાગરિકોએ રોમાનિયામાં પ્રવેશ મેળવી લીધો છે.
પુતિને સ્વીકાર કર્યો, અર્થતંત્રને થયું નુકસાન
યુક્રેન સામે યુદ્ધની શરૂઆત કર્યાં બાદ પ્રથમ વખત રશિયાના રાષ્ટ્રપતિ પુતિને સ્વીકાર કર્યો છે કે, આ લડાઈનું કારણ પશ્ચિમી દેશોએ જે પ્રતિબંધ લાદ્યા છે તેનાથી અર્થતંત્રને ભારે નુકસાન થયું છે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે અર્થતંત્ર હવે પાટા પર આવવા લાગ્યું છે. આ યુદ્ધને લીધે પશ્ચિમી દેશોએ રશિયા ઉપર અનેક આકરા પ્રતિબંધ મુક્યા છે.
રશિયાના કબ્જામાં બ્રિટનનો નાગરિક
રશિયાની સરકારી ટીવી પર એક વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો છે,જેમાં બ્રિટીશ નાગરિકની ધરપકડ કરવામાં આવ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને તેની મુક્તિ માટે વાતચીત કરવાની તૈયારી દર્શાવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Uncategorized ‘બધી હવા નીકળી ગઈ’!; રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પ્રથમવાર સ્વીકાર્યું, પ્રતિબંધોને લીધે અર્થતંત્રને...