Face Of Nation 19-04-2022 : રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ફરી વિવાદમાં આવી છે અને દારૂ ભરેલા ટ્રકનું પાયલોટિંગ કરવાનો વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે પોલીસની આબરૂ ધૂળમાં મેળવતી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ખુદ પોલીસ દારૂ-બિયર વેચવા આપી જતી હોવાનું કહેતા બુટલેગરનો વિડીયો સામે આવ્યો છે. વીડિયોમાં બૂટલેગર પોલીસકર્મીઓનાં નામ પણ જણાવી રહ્યો છે. જો કે આ વીડિયો ક્યારનો છે? અને કેટલી સચ્ચાઈ છે તે તો તપાસનો વિષય છે. પરંતુ વીડિયો સામે આવતા ફરી એકવાર પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠી રહ્યા છે.
પોલીસની આબરૂ સામે પણ સવાલ ઉદભવી રહ્યા
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ભંગારનો ધંધો કરતા સંજુભાઈ ગાંડુભાઈ રાઠોડ નામનાં વ્યક્તિ કહી રહ્યા છે કે, આ બિયર છે જે ખુદ ક્રાઈમ બ્રાન્ચ વાળા દેવાભાઈ આપી ગયા છે. આ દેવાભાઇ એ જ છે જે ગઇકાલે સ્ટેટ મોનીટરીંગ સેલના હાથે દારૂ ભરેલ ટ્રક ચાલકના અપહરણના ગુનામાં સંડોવાયેલ છે. જ્યારે વિદેશી દારૂનો જથ્થો ભક્તિનગર પોલીસનાં કર્મચારી પ્રવીણભાઈ આપી ગયા છે તેવું કહેવામાં આવી રહ્યું છે. પોલીસ કર્મચારીઓ દારૂ બીયર વેચવા માટે આપી જતા હોવાનો આ વીડિયો સામે આવતા લોકોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે અને પોલીસની આબરૂ સામે પણ સવાલ ઉદભવી રહ્યા છે.
આ મામલે ઊંડાણપૂર્વક તપાસ થશે
બીજી તરફ વીડિયો વાયરલ થતા સવાલો ઉઠયા છે કે, શુ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજકોટમાં દારૂનાં અડ્ડા ચલાવવાની છૂટ આપવામાં આવે છે ? સાયલામાં ઝડપાયેલા ક્રાઇમ બ્રાન્ચ કોન્સ્ટેબલ બિયર અને દારૂ વેચાણ માટે આપી જાય છે ? તેમજ ગાંધીનાં ગુજરાતમાં શુ દારૂબંધીનો સાચો અમલ ક્યારેય નહીં થાય ? આવા અન્ય કેટલા પોલીસ કર્મચારીઓ છે કે જેઓ દારૂનાં ગોરખધંધામાં સંડોવાયેલા છે ? શું આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે કે બધું ભીનું સંકેલાઈ જશે ? જોકે આ તમામ સવાલોનાં જવાબ હવે આવનારો સમય જ આપી શકે તેમ છે.
પોલીસે કાર્યવાહી શા માટે ન કરી ?
ઉલ્લેખનીય છે કે વીડિયોમાં દેખાતો શખ્સ ચંદુભાઇ ઉર્ફે ચનાભાઈ રાઠોડ 30 જુલાઇ 2021 ના રોજ ભક્તિનગર પોલીસના હાથે દારૂ બીયરના જથ્થા સાથે ઝડપાયો હતો. એ સમયે પહેરેલા કપડાં અને વીડિયોમાં પહેરેલા કપડાં સરખા હોવાથી વીડિયો એ સમયનો હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે સવાલ એ છે કે જો આ વીડિયોએ સમયનો જ હોય તો પોલીસે એ સમયે અન્ય પોલીસકર્મી વિરુદ્ધ કાર્યવાહી શા માટે ન કરી ? (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Religion ‘બૂટલેગરે રહસ્યો’ ખોલ્યા; રંગીલા રાજકોટમાં પોલીસ કર્મચારીઓ દારૂ-બિયર વેચવા માટે આપે છે,...