Face Of Nation 20-04-2022 : રશિયા અને યુક્રેન વચ્ચે વિશ્વના અનેક દેશોની મધ્યસ્થતાનું કોઈ જ નક્કર પરિણામ આવ્યું નથી. રશિયાએ મારિયૂપોલ શહેરનો સંપૂર્ણપણે નાશ કરી નાંખ્યો છે. જોકે યુક્રેને આ વાતનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. યુક્રેનના સંરક્ષણ મંત્રીએ કહ્યું છે કે કહ્યું છે કે મારિયૂપોલમાં સ્થિતિ ઘણી જ મુશ્કેલ છે પણ અમારી સેના જડબાતોડ જવાબ આપી રહી છે.
યુદ્ધને પગલે વિશ્વમાં મોંઘવારીમાં અસહ્ય વધારો થયો
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)એ કહ્યું છે કે, યુક્રેનમાં યુદ્ધને પગલે સમગ્ર વિશ્વમાં મોંઘવારીમાં અસહ્ય વધારો થઈ રહ્યો છે. અગાઉના અંદાજની તુલનામાં મોંઘવારીની આ સ્થિતિ ઘણા લાંબા સમય સુધી યથાવત રહેશે. IMFએ વૈશ્વિક વૃદ્ધિને લગતા તેના અંદાજને આ વર્ષ માટે જાન્યુઆરીથી 0.8 ટકાથી ઘટાડી 3.6 ટકા કહ્યા છે.
યુક્રેનના પૂર્વી ભાગમાં નિયંત્રણ માટે રશિયાએ હુમલા વધાર્યાં
યુક્રેનના પૂર્વી ઔદ્યોગિક વિસ્તારો પર નિયંત્રણ મેળવવા માટે રશિયાએ હુમલા વધારી દીધા છે. રશિયાની સેનાએ સેંકડો કિમી લાંબા મોરચા હેઠળ આવતા શહેરો અને વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા છે. બન્ને દેશો વચ્ચે 24મી ફેબ્રુઆરીથી શરૂ થયેલું યુદ્ધ હવે નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે.
અમેરિકા અને તેના સહયોગી યુદ્ધને ખેંચવાના પ્રયત્નમાં: રશિયા
રશિયાના સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઈગુએ અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશો પર યુક્રેનને હથિયારો આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે આ દેશ એટલા માટે આમ કરી રહ્યા છે કે જેથી લડાઈ લાંબા સમય સુધી ચાલે. તેમણે કહ્યું કે, અમેરિકા અને અન્ય સહયોગી દેશ યુક્રેનમાં રશિયાના ખાસ સૈન્ય અભિયાનને લાંબુ ખેંચવાનો શક્ય તમામ પ્રયત્ન કરી રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Uncategorized યુક્રેનના પૂર્વી ભાગમાં રશિયાએ હુમલા વધાર્યા; રશિયાએ મારિયૂપોલ શહેરનો સંપૂર્ણપણે નાશ કરી...