Home World 10 વર્ષ બાદ ફરી ‘હિના’ રંગ લાવશે; શહેબાઝ શરીફના કેબિનેટમાં હિનાને મળ્યું...

10 વર્ષ બાદ ફરી ‘હિના’ રંગ લાવશે; શહેબાઝ શરીફના કેબિનેટમાં હિનાને મળ્યું સ્થાન, પાકિસ્તાન પોલિટીક્સમાં ‘બ્યૂટી વિથ બ્રેન’ તરીકે ઓળખાય છે!

Face Of Nation 20-04-2022 : પાકિસ્તાનમાં શહબાઝ શરીફના કેબિનેટે શપથ લીધા છે. આસિફ અલી ઝરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)એ તેના કોટામાંથી હિના રબ્બાની ખાને વિદેશ રાજ્યમંત્રી બનાવ્યા છે. મંત્રિમંડળમાં હિનાને સામેલ કરવામાં આવી તે બાબત કોઈ આશ્ચર્યજનક નથી. 44 વર્ષની હિનાને બ્યૂટી વિથ બ્રેન કહેવામાં આવે છે. સમૃદ્ધ જમીનદાર પરિવારમાંથી આવતી હિના વર્ષ 2011માં પાકિસ્તાનની સૌથી યુવાન અને પાકિસ્તાનની પ્રથમ મહિલા વિદેશ મંત્રી હતી. તે બે વખત ભારતના પ્રવેશ પણ આવી ચુકી છે. અત્યારે આપણે અહીં હિનાને લગતી રસપ્રદ માહિતી અમે તમને જણાવી રહ્યા છીએ. આ માહિતી તેમની પર્સનલ અને પોલિટીકલ લાઈફ સાથે જોડાયેલી છે.
હિનાના પતિનું નામ ફિરોઝ ગુલઝાર, 2 બાળકોની માતા
હિના પાકિસ્તાનના રાજકારણમાં એ પસંદગીના નેતાઓમાં સ્થાન ધરાવે છે કે જેમણે ક્યારેય કોઈ રાજકીય પાર્ટી બદલી નથી. શ્રીમંત અને વગદાર જમીનદાર પરિવાર સાથે સંકળાયેલ હિના વર્ષ 2002માં મેસાચ્યુસેટ્સ યુનિવર્સિટીમાંથી ફોરેન રિલેશન અને લેંગ્વેજમાંથી માસ્ટર ડિગ્રી હાંસલ કરી છે. ત્યારબાદ થોડા સમય પ્રોફેસર રહી હતી. છેવટે તે પાકિસ્તાનના રાજકારણમાં પ્રવેશ કર્યો. રાજકીય ઈનિંગની શરૂઆત PPPથી કરી હતી અને આ પક્ષ સાથે જ જોડાયેલા રહ્યા. હિનાના પતિનું નામ ફિરોઝ ગુલઝાર છે. તે બે બાળકોની માતા છે.
હિનાની ઉંમર બિલાવર કરતાં 10 વર્ષ વધારે
આ વાત વર્ષ 2012ની છે. બાંગ્લાદેશના અખબાર ધ બ્લિટ્ઝે એક સમાચાર પ્રકાશિત કર્યાં અને તેને લીધા પાકિસ્તાનના રાજકારણમાં ધમાસાણ સર્જાયું. આ સમચારામાં કહેવામાં આવ્યું હતું કે, બિલાવર ભુટ્ટો, ઝરદારી અને પાકિસ્તાનની વિદેશ મંત્રી હિના રબ્બાની ખાર વચ્ચે પ્રેમ સંબંધ છે. આ માટેના પૂરાવા બિલાવરના પિતા આસિફ અલી ઝરદારી પાસે છે અને તેઓ આ સંબંધને લઈ ખૂબ જ નારાજ છે. ઝરદારીની નારાજગી પાછળનું અન્ય એક કારણ એ હતું કે હિનાની ઉંમર બિલાવર કરતાં 10 વર્ષ વધારે છે. બીજી વાત, હિના મુલતાન સાથે સંબંધ ધરાવે છે, જ્યારે બિલાવર સિંધ પ્રાંતથી જ આવે છે. અમૂમન પંજાબના લોકો સિંધ પ્રાંતમાં સંબંધોથી બચે છે.
હિના બે વખત ભારતના પ્રવાસ પર આવી હતી
હિના જ્યારે વિદેશ મંત્રી હતી ત્યારે ભારતમાં એસએમ ક્રિષ્ના વિદેશ મંત્રી હતા. બન્ને વચ્ચે અનેક વખત મુલાકાત યોજાઈ હતી અને આ સમય પાકિસ્તાનમાં આતંકવાદી હુમલા થતા હતા. હિના બે વખત ભારતના પ્રવાસ પર આવી હતી. તે અજમેરની દરગાહ પર જીયારત કરવા ઉપરાંત ભારતમાં અનેક સ્થળોએ ગઈ હતી. UNમાં ત્રણ વખત પાકિસ્તાનનો પક્ષ રજૂ કર્યો હતો. ખાસ વાત એ છે કે અમેરિકા, બ્રિટન અને UNમાં તેણે ક્યારેય પાકિસ્તાન માટે ટેરિરિઝમ વિક્ટિમ કાર્ડ રમી નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).