Face Of Nation 20-04-2022 : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અન્ય દેશોના પ્રધાનમંત્રી પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 21મી એપ્રિલે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન તેમનો ભારત પ્રવાસ ગુજરાતથી શરૂ કરી રહ્યા છે. બોરિસ જોનસન ગુજરાત આવનારા પ્રથમ બ્રિટિશ પ્રધાનમંત્રી છે. 21મીએ સવારે આઠ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે. પ્રધાનમંત્રી બોરિસ જોનસન એરપોર્ટથી ગાંધીઆશ્રમ રોડ શો કરીને જશે. એરપોર્ટથી તાજ સર્કલ, કેમ્પ હનુમાન, ડફનાળા, સુભાષબ્રિજ થઈ ગાંધીઆશ્રમ પહોંચશે. જેની મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. સવારે રોડ શો યોજાવવાનો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે. સમગ્ર રૂટ પર ગુજરાત અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતાં કાર્યક્રમ સ્ટેજ પણ બનાવવામાં આવશે.
બિઝનેસ ડેલિગેશન સાથે કોઈ મુલાકાત નહીંઃ સૂત્ર
અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બોરિસ જોનસનનું સ્વાગત કરશે. તેઓ સૌપ્રથમ રોડ શો કરી સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. બાદમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મળવા માટે અદાણી ટાઉનશિપ જશે. ત્યાર બાદ તેઓ વડોદરામા હાલોલ ખાતેના જેસીબી પ્લાન્ટની મુલાકાત લેશે. બોરિસ જોનસનની મુલાકાતના સમગ્ર કાર્યક્રમનું ટાઈમ શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું નથી. ગુજરાતમાં બિઝનેસ ડેલિગેશન સાથે તેમની કોઈ મુલાકાત ગોઠવાઈ નથી. તેઓ પ્રધાનમંત્રી મોદીને 22 એપ્રિલે દિલ્હીમાં જ મળવાના છે. તેમની ગુજરાતમાં માત્ર ગૌતમ અદાણી સાથે જ મુલાકાત ગોઠવાઈ હોવાનું જાણવા મળ્યું છે.
2035 સુધીના એજન્ડા સામેલ કરવામાં આવશે
બ્રિટન ભારતની સાથે વાર્ષિક વેપારને 2.89 લાખ કરોડ સુધી લઇ જવા માટે ઇચ્છુક છે. જોનસનનો ભારત પ્રવાસ 2020થી ટળતો આવ્યો છે. 2021માં તેમણે પ્રધાનમંત્રી મોદી સાથે વર્ચ્યુઅલ શિખર બેઠક કરી હતી. એમાં 2030 સુધી માટે વ્યૂહાત્મક અને વ્યાપાર સહયોગનો રોડમેપ તૈયાર કરાયો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat 21મીએ બોરિસ જોનસન ગુજરાત આવનારા પ્રથમ બ્રિટિશ પ્રધાનમંત્રી; એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધીના ‘રોડ...