Face Of Nation 20-04-2022 : ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ 2022નું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જગનાથ અને વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં અનેક જાહેરાત કરી હતી તેમજ મોદીએ WHOના વડા ડો. ટેડ્રોસને ‘તુલસીભાઈ’ નામ આપ્યું હતું. મોદીએ કહ્યું હતું કે આજે ગુજરાતીના નાતે હું WHOના વડાને ‘તુલસીભાઈ’ નામ આપું છું.
હું પાક્કો ગુજરાતી થઈ ગયો છું : ટેડ્રોસ
વૈશ્વિક આયુષ રોકાણ અને નવીનતા સમિટ 2022નું ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધનમાં WHOના વડા ડો. ટેડ્રોસને ‘તુલસીભાઈ’ નામ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા મારા મિત્ર છે. તેમણે મને કહ્યું હતું કે, હું આજે જે કંઈ છું એમાં ભારતના શિક્ષકોનો મહત્ત્વનો હાથ છે. મારા શિક્ષકો ભારતીય છે. તેમજ તેમણે કહ્યું હતું કે, હું પાક્કો ગુજરાતી થઈ ગયો છું. મારું નામ ગુજરાતીમાં રાખો. જેથી મહાત્મા ગાંધીની આ પવિત્ર ભૂમિ પર ગુજરાતીના નાતે આજે WHOના વડાને તુલસીભાઈ નામ આપું છું. પ્રધાનમંત્રી મોદીની આ વાતથી માહોલ એકદમ હળવો થઈ ગયો હતો અને હાજર બધા મહાનુભાવો હસી પડ્યા હતા.
તુલસી આયુર્વેદ સાથે જોડાયેલી: મોદી
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે તુલસી એ છોડ છે, જેને વર્તમાન પેઢી તો ભૂલી રહી છે, પરંતુ પેઢી દર પેઢી ભારતમાં દરેક ઘરની સામે તુલસીના છોડને વાવવું અને એની પૂજા કરવી એ આપણી પરંપરા રહી છે. તુલસી એ છોડ છે, જે ભારતની આધ્યાત્મિક વિરાસતનો મહત્ત્વનો ભાગ છે. આજે આયુર્વેદની સમિટ યોજાઈ રહી છે તેમજ તુલસી આયુર્વેદ સાથે જોડાયેલી છે. ત્યારે WHOના વડાની ગુજરાત પ્રત્યે જે લાગણી છે તેમજ ગુજરાતી બોલવાનો તેમનો હંમેશા પ્રયાસ રહ્યો છે ત્યારે આજે WHOના વડાને તુલસીભાઈ નામ આપવામાં મને વિશેષ આનંદ આવે છે. બીજીતરફ ઉલ્લેખનીય છે કે આ ત્રણ દિવસીય સમિટ દેશના મુખ્ય નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ સાહસિકો, રોકાણકારો, સ્ટાર્ટઅપ્સ અને અન્ય રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય હિસ્સેદારોને નવીનતા પર વિચારણા કરવા અને ભારતને ઉદ્યોગ સાહસિકતા માટે વૈશ્વિક આયુષ સ્થળ બનાવવા માટે એકસાથે લાવશે. સમિટ દ્વારા દેશ-વિદેશના નાના-મોટા આયુર્વેદ દવાના ઉત્પાદકો તથા આયુર્વેદ સાથે જોડાયેલી ઈન્ડસ્ટ્રીઝ તેમજ આયુર્વેદ સ્ટાર્ટઅપ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ મળશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Uncategorized પ્રધાનમંત્રી મોદીએ ડૉ. ટેડ્રોસને કહ્યું- આજથી તમારું નામ ‘તુલસીભાઈ’, હાજર બધા મહાનુભાવો...