Home Crime સુરતમાં 2 સંતાનો નોધારા; ઘરના કંકાસમાં પત્નિની ગળેફાંસો આપી હત્યા કર્યા બાદ...

સુરતમાં 2 સંતાનો નોધારા; ઘરના કંકાસમાં પત્નિની ગળેફાંસો આપી હત્યા કર્યા બાદ પતિએ ટ્રેન નીચે પડતું મૂકીને કર્યો આપઘાત!

Face Of Nation 20-04-2022 : મૂળ ઉત્તર પ્રદેશના વતની અને સુરતમાં રોજીરોટી માટે સચિન વિસ્તારમાં રહેતા પતિએ પત્નીની ગળે ટૂંપો આપી હત્યા કર્યા બાદ પોતે પણ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે. મહિલાની લાશ ઘરેથી મળી આવ્યા બાદ સમગ્ર મામલો સામે આવતા સચિન પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
મહિલા ઘરમાંથી મૃત હાલતમાં મળી
ઉત્તર પ્રદેશના વતની અને સુરતના સચિન વિસ્તારમાં રહેતા પરિવારની મહિલા ઘરમાંથી મૃત હાલતમાં મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પરિવારમાં પત્ની અને બે બાળકો હતા. પત્ની કંચન ઘરમાંથી મૃત મળી આવતાં સ્થાનિક લોકોએ ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં મહિલાની હત્યા થઈ હોવાની વિગતો સામે આવી હતી.
ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો
પત્નીની હત્યા થઈ હોવાથી પોલીસે મહિલાના પતિની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન પતિ નરસિંહે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધા હોવાની વિગતો સામે આવી હતી. પતિએ પત્નીની હત્યા બાદ પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધા હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).