Face Of Nation 20-04-2022 : દિલ્હીમાં ફરી એક વાર માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવામં આવ્યું છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)એ બુધવારે તેમની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું છે કે, માસ્ક નહીં પહેરનારને રૂ. 500નો દંડ કરવામાં આવશે. આ બેઠકમાં સ્કૂલો બંધ ના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોવિડના નવા વેરિયન્ટ B. 1.10, B.1.12 વેરિયન્ટના પ્રાથમિક સંકેત મળ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. દુનિયાની સાથે ભારતમાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. હેલ્થ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે મંગળવારે દિલ્હીમાં 632 નવા કેસ નોંધાયા છે. જોકે પોઝિટિવ રેટમાં ઘટાડો નોંધાયો છે. પોઝિટિવ રેટ 7.72%થી ઘટીને 4.42% થયો છે. છેલ્લાં 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના કારણે કોઈનું મોત થયું નથી. નવા કેસ આવ્યા પછી દિલ્હીમાં એક્ટિવ કેસ 1900થી વધારે થઈ ગયા છે.
દિલ્હીમાં સાપ્તાહિક કેસમાં 170 ટકાનો વઘારો
સ્વાસ્થ્ય સચિવના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં 12મી એપ્રિલે પૂરા થયેલા સપ્તાહમાં નવા કેસની સંખ્યા 998 હતી જે 19મી એપ્રિલે વધીને 2,671 થઈ, અહીં કોવિડ પોઝિટિવ રેટમાં પણ 1.42 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. તે આંકડો ગયા સપ્તાહે 3.49%નો હતો. હરિયાણામાં 12મી એપ્રિલે પૂરા થતાં સપ્તાહમાં 521 નવા કેસ નોંધાયા હતા, જે 19 એપ્રિલ સુધી વધીને 1,299 થયા છે. ગયા સપ્તાહે પોઝિટિવ રેટ 1.22 ટકાથી વધીને 2.86 ટકા થઈ ગયો છે. ઉત્તરપ્રદેશમાં 12મી એપ્રિલે પૂરા થયેલા સપ્તાહમાં નવા કેસની સંખ્યા 217 હતી જે 19 એપ્રિલ સુધી વધીને 637 થઈ ગઈ છે. અહીં પોઝિટિવ રેટ ગયા સપ્તાહે 0.03 ટકા હતો જે વધીને હવે 0.09 ટકા થઈ ગયો છે.
છેલ્લાં 45 દિવસમાં મુંબઈમાં સૌથી વધારે નવા કેસ
મુંબઈમાં એક વાર ફરી કોરોનાના કેસ વધી રહ્યા છે. 45 દિવસમાં અહીં સૌથી વધારે નવા કેસ નોંધાયા છે. છેલ્લાં 24 કલાકમાં મુંબઈમાં કોવિડના 85 નવા કેસ નોંધાયા છે. આખા મહારાષ્ટ્રની વાત કરીએ તો કુલ 137 નવા કેસ નોંધાયા છે, ત્રણ લોકોના મોત થયા છે. નવા કેસ નોંધાયા પછી રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 660 થઈ ગયા છે.
5 ફોલ્ડ સ્ટ્રેટજી પર કામ કરવાની સલાહ
ભારતમાં રોજ નવા આવતા કેસમાં દિલ્હી સહિત અન્ય ચાર રાજ્યોમાં પણ કેસ વધી રહ્યા છે. અહીં પોઝિટિવ રેટમાં સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્રએ વેક્સિન અને પ્રિકોશન ડોઝ વધારવા વિશે કહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે રાજ્યોને ફાઈવ ફોલ્ડ સ્ટ્રેટજી પર કામ કરવા કહ્યું છે. તેમાં ટેસ્ટ, ટ્રેક, વેક્સિન અને કોવિડ નિયમોનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).