Home Uncategorized ઈઝરાયલનું સફળ પરિક્ષણ; લેઝર આધારિત 1 હુમલો કરવાનો ખર્ચ માત્ર 267 રૂ.;...

ઈઝરાયલનું સફળ પરિક્ષણ; લેઝર આધારિત 1 હુમલો કરવાનો ખર્ચ માત્ર 267 રૂ.; મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ડ્રોન-રોકેટ્સને તોડી પાડવા સક્ષમ!

Face Of Nation 21-04-2022 : ઈઝરાયલે વિશ્વની સૌ પ્રથમ લેઝર મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે. આ ડિફેન્સ સિસ્ટમની મદદથી ડ્રોન, મોર્ટાર, રોકેટ અને એન્ટી-ટેન્ક મિસાઈલ્સને એક જ હુમલામાં નાશ કરી શકાય છે. આ સિસ્ટમને ઈઝરાયલની હાઈટેક ડિફેન્સ એજન્સી રાફેલ એડવાન્સ્ડ સિસ્ટમ દ્વારા તૈયાર કરવામાં આવી છે. તો બીજીતરફ ઈઝરાયલે નવી આયર્ન “બીમ લેઝર ઈન્ટરસેપ્શન સિસ્ટમ”નું સફળ પરીક્ષણ કર્યું છે. તે વિશ્વની સૌ પ્રથમ એનર્જી બેઝ વેપન સિસ્ટમ છે. આ એક લેઝરની મદદથી UAV રોકેડ અને મોર્ટારને તોડી પાડી શકે છે. ખાસ વાતે એ છે કે આ ડિફેન્સ સિસ્ટમથી કરવામાં આવતા એક પ્રહારની કિંમત એક પિઝા કરતા પણ ઓછી છે. તેનાથી એક હુમલો કરવામાં ફક્ત 3.50 ડોલર એટલે કે 267 રૂપિયા ખર્ચ જ થાય છે.
ગયા વર્ષે આ સિસ્ટમથી ડ્રોન તોડી પાડ્યું હતું
ઈઝરાયલના સંરક્ષણ મંત્રાલય છેલ્લા કેટલાક વર્ષોથી આ લેઝર આધારિત ડિફેન્સ સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ગયા વર્ષે આ સિસ્ટમથી ડ્રોન તોડી પાડવામાં આવ્યું હતું. તાજેતરમાં જ આ અનગાઈડેડ પ્રોજેક્ટાઈલ અને એન્ટી-ટેન્ક મિસાઈલની સામે ટેસ્ટ કરી શકાય છે, જે સફળ રહે છે.
આ વર્ષના અંત સુધી તૈયાર થઈ જશે સિસ્ટમ
રિસર્ચ એન્ડ એન્ડ ડેવલપમેન્ટ (R&D)વિભાગે અગાઉ વર્ષ 2024 સુધીમાં આ એન્ટી-મિસાઈલ સિસ્ટમ તૈયાર કરવાની યોજના ઘડી હતી, જોકે ઈઝરાયલની સેનાએ ખૂબ જ ઝડપભેર કરવા ઉપર ધ્યાન આપ્યું. ઈઝરાયલના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે આ સિસ્ટમ ખૂબ જ અસરકારક, ઉપયોગ કરવામાં સરળ અને અન્ય એર ડિફેન્સ સિસ્ટમની તુલનામાં ખૂબ જ સસ્તી છે. ઈઝરાયલ વિશ્વનો પ્રથમ દેશ છે કે જે એર ડિફેન્સ સિસ્ટમ માટે લેઝર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં સફળ રહ્યો છે.
ઈરાન અને હમાસનો સામનો કરવાની તૈયારી
ઈઝરાયલ તેના સૌથી કટ્ટર દુશ્મર ઈરાન અને હમાસનો સામનો કરવા માટે આ ડિફેન્સ સિસ્ટમને મજબૂત કરી રહ્યું છે. મિસાઈલ ડિફેન્સ સિસ્ટમના સફળ પરીક્ષણની જાહેરાત ઈઝરાયલ-ગાઝા યુદ્ધનું પ્રથમ વર્ષ પૂરું થયું તે નિમિતે કરવામાં આવેલ છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).