Face Of Nation 21-04-2022 : સુરતમાં અમેરિકામાં રહેતા યુવક સાથે દીકરીના લગ્ન કરાવ્યા બાદ સાસરિયાએ 50લાખનું દહેજ માગ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ યુવતીએ ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, લગ્ન બાદ 10 દિવસ હનિમૂન માટે આંદામાન-નિકોબાર ગયા હતા. જેના પાંચ દિવસ બાદથી પતિ અને સાસુ-સસરા અમેરિકા ચાલ્યા ગયા હતા. ત્યારબાદથી પતિએ માત્ર એકવાર પહેલી એનિવર્સિરીના દિવસે જ પરત આવ્યો હતો અને ફરી પરત અમેરિકા જતો રહ્યો હતો. તો બીજીતરફ સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતી 26 વર્ષીય યુવતીએ મહિલા પોલીસ મથકમાં સ્ત્રી અત્યાચાર અને દહેજની માગની પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન જહાંગીરપુરા ઇચ્છાનાથ સોસાયટીમાં રહેતા અને અમેરિકા સ્થાયી થયેલા કંદર્પ કુમાર જગદીશ મિસ્ત્રી સાથે ફેબ્રુઆરી-2020માં થયા હતા.
હનિમૂનના 5 દિવસ બાદ પતિ અમેરિકા જતો રહ્યો
લગ્ન બાદ આંદામાનમાં હનીમૂન મનાવ્યાના પાંચ દિવસ બાદ પત્નીને સુરત મૂકી પતિ કંદર્પ માતા અને પિતા સાથે પરત અમેરિકા જતો રહ્યો હતો. થોડાક જ સમયમાં પત્નીને પણ અમેરિકા બોલાવી લેવા માટેની ફાઇલ મૂકશે તેવું કહ્યું હતું. જહાંગીરપુરામાં વયોવૃદ્ધ કાકા સસરા અને કાકી સાસુ એકલા રહેતાં હોય દર અઠવાડિયે તેમની ખબર કાઢવા જતા અમેરિકા ગયેલો પતિ એક વર્ષ સુધી સુરત આવ્યો ન હતો. આ સાથે જ 50 લાખના દહેજની માગ કરી હતી.
પચાસ લાખ લઇ આવવા દબાણ શરૂ કર્યું
પહેલી મેરેજ એનિવર્સરીએ સુરત આવેલો પતિ થોડાક દિવસ માટે દુબઇ ફરવા લઇ જઇ પરત સુરત મૂકી ગયો હતો. અમેરિકા પરત જતાં જ પતિ અને સાસુ-સસરાએ પચાસ લાખ લઇ આવવા દબાણ શરૂ કર્યું હતું. સુરતમાં રહેતા કાકા સસરા અને કાકી સાસુએ પણ તેમાં મદદગારી કરી હતી. બે વર્ષ સુધી પરણીને અમેરિકા લઇ જવાને બદલે અમેરિકા બોલાવવા માટે જે ફાઇલ મૂકી હતી.તે પણ કેન્સલ કરી દીધી હતી. અમેરિકામાં રહેતા પતિ અને સાસરિયાઓ ફોન કરીને ત્રાસ આપતા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).