Face Of Nation 21-04-2022 : બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન આજે ગુજરાત પ્રવાસે છે. તેઓ અમદાવાદ પહોંચી ગયા છે, જ્યાં એરપોર્ટ બહાર તેમનું ઢોલ-નગારાં અને ગુજરાતની ઝાંખી સાથે સ્વાગત કરાયું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ એરપોર્ટ પહોંચી તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી તેઓ આશ્રમ રોડ સ્થિત હોટલ હયાત રિજન્સી ગયા હતા. આ બાદ તેઓ ગાંધી આશ્રમની પણ મુલાકાતે પહોંચ્યા હતા. આ પહેલા બ્રિટિશ પ્રધાનમંત્રીનો એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો યોજાયો હતો. યુકેના પ્રધાનમંત્રીનું અભિવાદન કરવા સુભાષબ્રિજ કલેકટર ઓફિસ ખાતે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. ચરખાની પ્રતિકૃતિ અને અમદાવાદમાં રહ્યા તેના પરની એક બુક તેમને ભેટમાં આપવામાં આવી હતી. બ્રિટિશ પ્રધાનમંત્રી ગાંધી આશ્રમથી અદાણી શાંતિગ્રામ ખોરજ મુલાકાત કરીને હાલોલ ખાતે જેસીબીના પ્લાન્ટની મુલાકાતે પહોંચ્યા છે. બીજીતરફ બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન આજે ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓ બપોરે લંચ બાદ અદાણી શાંતિગ્રામમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને મળશે. આ મુલાકાતમાં બંને વચ્ચે બ્રિટનમાં અદાણી ગ્રુપના સંભવિત રોકાણ અંગે ચર્ચા થવાની સંભાવના છે. આ મીટિંગમાં જેસીબીના ચેરમેન લોર્ડ બામફોર્ડ પણ ઉપસ્થિત રહે તેવી ચર્ચા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat પ્રધાનમંત્રી બોરિસ જોનસને ગાંધી આશ્રમમાં રેંટિયો કાંત્યો; અદાણી શાંતિગ્રામ ખોરજ મુલાકાત કરીને...