Face Of Nation 21-04-2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે તેવા એંધાણ વચ્ચે ભાજપે તૈયારીઓને લઇને ધમધમાટ શરુ કર્યો છે. એક તરફ આજથી બે દિવસ પ્રદેશ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતના પ્રવાસે છે. તો બીજી તરફ કલેક્ટર ઓફિસથી સરકારી કર્મચારીઓની વિગતો મંગવાઈ રહી છે. એક બાદ એક સરકાર તરફથી વિકાસલક્ષી કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ તમામ વચ્ચે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલનું મહત્વનું નિવેદન સામે આવ્યું હતું.
કાર્યકરો માટે 3 દિવસ રજાની જાહેરાત
વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે તડામાર તૈયારીઓ તો શરુ કરી દીધી છે. પરંતુ ભાજપ હમેશા કંઇક નવા પ્રયોગો કરતુ આવ્યુ છે. ત્યારે આ વખતે ચૂંટણીની કામગીરીમાં ભાજપ કોઇ કચાશ રાખવા માગતું નથી. હેતુસર રોજબરોજના કાર્યોમાંથી પાર્ટીના કાર્યકરોને થોડો બ્રેક આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કાર્યકરો માટે 3 દિવસ રજાની જાહેરાત કરી છે. તાપીમાં આયોજિત એક કાર્યક્રમમાં સી.આર પાટીલે પહેલી મેથી ત્રીજી મે સુધી કાર્યકરોને રજા જાહેર કરી. પ્રદેશ અને જિલ્લા કક્ષાએથી 3 દિવસ સુધી કોઇ પણ કાર્યક્રમ નહી આપવા માટે સૂચન કરવામાં આવ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).