Home Gujarat ગુજરાતમાં 19 નવા કેસ સામે 12 દર્દી થયા સાજા; 28 દિવસ બાદ...

ગુજરાતમાં 19 નવા કેસ સામે 12 દર્દી થયા સાજા; 28 દિવસ બાદ કોરોનાથી એક દર્દીનું મોત, 31 જિલ્લા અને 4 શહેરમાં શૂન્ય કેસ!

Face Of Nation 21-04-2022 :  રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 19 નવા કેસ નોંધાયા છે. જેમા સૌથી વધુ 10 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યના 31 જિલ્લા અને 4 કોર્પોરેશન વિસ્તારમાં આજે એક પણ નવો કેસ નોંધાયો નથી. રાજ્યમાં કુલ 12 દર્દી સાજા થયા છે. જ્યારે આજે 28 દિવસ બાદ કોરોનાથી એકનું મોત નોંધાયું છે. રાજ્યનો રિક્વરી રેટ 99.10 ટકાએ સ્થિર રહ્યો છે. રાજ્યમાં 16મી એપ્રિલે 4 નવા કેસ નોંધાયા હતા. જે કોરોનાકાળના ઈતિહાસમાં 2 વર્ષ બાદ નોંધાયા હતો. ગયા મહિને 29 માર્ચે સૌથી 5 કેસ નોંધાયા હતા. તો બીજીતરફ રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 24 હજાર 205ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 943 પર સ્થિર છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 13 હજાર 173 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 98 એક્ટિવ કેસ છે, એક પણ દર્દી વેન્ટિલેટર નથી અને તમામ 98 દર્દીની હાલત સ્થિર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).