Face Of Nation 22-04-2022 : સુરતના પાસોદરામાં 12મી ફેબ્રુઆરીએ સરાજાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાના કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને ગુરુવારે કોર્ટે તકસીરવાર ઠેરવ્યો હતો. આજે આખો દિવસ સજા પર દલીલો થઈ હતી, ત્યારે દોષિત ફેનિલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પહેલાં બચાવ પક્ષે દલીલ કરી હતી. ત્યારબાદ સરકાર પક્ષે દલીલ કરી હતી. ત્યારબાદ ફરી બચાવ પક્ષની દલીલો થઈ હતી. સરકાર પક્ષે કહ્યું હતું કે વેબસિરિઝ જોઈને હત્યા કરી છે. ત્યારે ચાવ પક્ષે દલીલ કરતાં જણાવ્યું હતું કે વેબસિરીઝ જોતો એટલે લટકાવી દશો? બંને પક્ષોની દલીલો બાદ જજે તારીખ 26 એપ્રિલ આપી હતી. જેથી 26 એપ્રિલે સભંવતઃ ચુકાદો આવી શકે છે.
પુરાવારૂપે વીડિયોએ સૌથી મહત્ત્વનો ભાગ ભજવ્યો
સત્ર ન્યાયાધીશ વિમલ કે. વ્યાસની કોર્ટમાં ચાલી રહેલા ગ્રીષ્મા હત્યા કેસમાં ગુરુવારે પુરાવારૂપે વીડિયોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હોવાનું બહાર આવ્યું હતું. ગ્રીષ્માની હત્યા સમયનો જે વીડિયો જોઇને લોકો કહેતા હતા કે કોઈ બચાવવા કેમ ન આવ્યું, એ વીડિયો જ આજે આરોપી માટે ગાળિયારૂપ સાબિત થઈ ગયો છે.
બનાવ પહેલાં ક્રિષ્ના સાથે તેણે વાત કરી
સરકારી વકીલે દલીલ કરતાં કહ્યું કે અમારો કેસ માત્ર વીડિયો પર આધારિત નથી. આરોપી ક્રિમિનલ માનસિકતા ધરાવતો હતો અને ગણતરીપૂર્વકની તેણે હત્યા કરી છે. આરોપી ચપ્પુ ખરીદવા માટે ઓનલાઇન ફ્લિપકાર્ટ દ્વારા ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર કેન્સલ થયા બાદ તેણે મોલમાંથી ચપ્પુ ખરીદ્યું હતું અને બીજું ચપ્પુ તેના મિત્ર પાસેથી ખરીદ્યું હતું. આરોપીએ હત્યા કરવા પહેલા રેકી પણ કરી હતી. ગુનાના દિવસે તે ગ્રીષ્માની કોલેજમાં તેને શોધવા ગયો હતો. ગ્રીષ્માની મિત્ર ધૃતિને તેણે કહ્યું હતું કે આજે ગ્રીષ્માના ઘરે જઈને કંઈક મોટું કરવાનો છું અને ત્યાર પછી તેણે કહ્યું કે, ના હોય તો વાત કરવા જવાનો છું. બનાવ પહેલાં ક્રિષ્ના સાથે તેણે ઇન્સ્ટાગ્રામ પર વાત કરી હતી, જેમાં પણ તેની હત્યા કરવાનો હોય એવું માલૂમ પડે છે. દરેક વાલિયો વાલ્મીકિ બની શકતો નથી. ભય વિના પ્રિત ન થાય. આરોપીને સખતમાં સખત સજા કરવામાં આવે છે. માત્ર ગ્રીષ્માની જ હત્યા નહીં, કાકા અને ભાઈ ધ્રુવની પણ હત્યાનો પ્રયાસ કર્યો હતો.
પ્રેમ બલિદાન છે, કોઈનો બલિ લે એ પ્રેમ નથી: કોર્ટ
કોર્ટે સરકાર પક્ષની દલીલ પણ ટાંકતાં કહ્યું કે પ્રેમ એ બલિદાન છે, કોઇનો બલિ લેવો એ પ્રેમ નથી. કોર્ટે એ પણ નોંધ્યું કે ગ્રીષ્મા ફેનિલને મળવા માગતી ન હતી. ફેનિલ જ મળવા માગતો હતો. એક પ્રોફેશનલ કિલર જેવી હત્યા હતી. આરોપીની માનસિકતા ક્રૂર હતી, પ્રેમ જેવું ક્યાંય દેખાતું નથી.
પ્રોફેશનલ કિલર કરતા વધુ ગણતરીપૂર્વકની હત્યા
સરકાર પક્ષે જણાવ્યું હતું કે, મિટિગેટિંગ કરતા અગ્રેવેટિવી સંજોગ વધુ જણાય તો ફાંસીની સજા આપવી જોઈએ. ફક્ત વય નાની છે એટલે લાભ આપવો યોગ્ય નથી, ભલે આરોપીની 21 વર્ષની વય છે. પરંતુ જે રીતે પ્રોફેશનલ કિલર કરતા વધુ ગણતરીપૂર્વકની હત્યા છે. નિર્ભયા હત્યા પ્રકરણમાં એક સગીર આરોપી હતો. ત્યારબાદ જૂઇનાઇલ એક્ટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. 15 વર્ષનો બાળક પણ જો ક્રૂર ઘટનાને અંજામ આપે તો ન્યાયિક ટ્રાયલ ચાલવી જોઈએ. સરકારી વકીલ દ્વારા નાની વયના આરોપીઓને લઈને કેટલાક જજમેન્ટ ટાંકવામાં આવ્યા હતા. જ્યારે કોઈ પ્લાન એક્ટ હોય તો બ્રુટલ એક્ટ હોય, સમાજ ઉપર થતી અસર જોતા આરોપીની વય બાબતે કોઈ દયા બતાવવી જોઈએ નહીં. એ પણ ત્યારે જ્યારે ભોગ બનનાર નિઃસહાય હોય. આરોપીને તમામ સભ્યોને મારવાનો પ્રયાસ કર્યો છે. આ લો પોઈન્ટ ધ્યાને લેવા જોઈએ.
આરોપીમાં સુધરવાના કોઈ લક્ષણ દેખાતા નથી
આરોપીને તમામ સભ્યોને મારવાનો પ્રયાસ કર્યો છે. આ લો પોઈન્ટ ધ્યાને લેવા જોઈએ. આ આરોપી ભવિષ્યમાં સુધારી શકે એમ છે એ પણ જોવું જોઈએ. ભૂતકાળમાં ઇનોવા કાર ચોરી કરી છે. તેણે સહાનુભૂતિ જીતવા માટે પોતાને છરીના ઘા માર્યા છે. આ સાથે તેના ચહેરા પર કોઈ પસ્તાવો દેખાતો નથી. જો ખરેખર પસ્તાવો હોત તો તેના પરિવાર ઉપર હુમલો કરવાને બદલે પોતાના પેટમાં ચપ્પુ મારી લેતે. તેણે માત્ર ઢોંગ કર્યો હતો. ગઈકાલે કોર્ટ તેને અંતિમ તક આપી પણ તે કઈ ન બોલ્યો. તે બોલી શક્યો હોત કે મારી વય નાની છે, મારાથી ભૂલ થઈ પણ એરોગન્ટ વર્તન કર્યું હતું. આ આરોપીમાં સુધરવાના કોઈ લક્ષણ દેખાતા નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).