Face Of Nation 22-04-2022 : ભાજપના વરિષ્ઠ નેતા અને ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો-ઓપરેટિવ લિમિટેડના ચેરમેન દિલીપ સંઘાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં હાર્દિક પટેલ અને નરેશ પટેલની સરખામણી કટ્ટરવાદી નેતા તરીકે કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કટ્ટરવાદી જ્ઞાતિના નેતાઓથી પાર્ટીને નુક્સાન થાય છે
હાર્દિક અંગે પાટીલ જે નક્કી કરે તે નિર્ણયને આવકારીશું
દિલીપ સંઘાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત કોંગ્રેસ પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અત્યારે પાર્ટીના નેતૃત્વથી નારાજ છે. હાર્દિક પટેલે જાતે નક્કી કરવાનું કે એમણે ક્યાં જવું છે. જાહેર જીવનમાં કટ્ટરવાદી નેતા પોતાનું અને પાર્ટીનું નુક્સાન કરે છે. કોંગ્રેસની હાલની સ્થિતીનું કારણ કટ્ટરવાદી નેતાઓ છે. તેમણે હાર્દિક ઉપર કટાક્ષ કતાં કહ્યું કે, ‘પાસ’ આંદોલન કર્યા બાદ હાર્દિકે સર્વ સમાવેશી કામ કર્યા હોય તો જણાવો?, હાર્દિક અંગે સી.આર. પાટીલ જે નક્કી કરે તે નિર્ણયને આવકારીશું
પોતાના સ્વાર્થને પ્રાપ્ત કરવા લોકો ભાજપમાં આવે છે
બીજી તરફ તેમણે નરેશ પટેલ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, નરેશ પટેલ ખોડલધામ બનાવ્યું છે. હું તેમનો પ્રશંસક છું. કટ્ટરવાદની છાપવાળા નેતાઓ સાથે માત્ર જ્ઞાતિઓ ચાલતી હોય છે. કટ્ટરવાદી માનસિકતાના કારણે અન્ય સમાજો વિમુખ થયા હોય છે.તેમણે જણાવ્યું કે, પોતાના સ્વાર્થને પ્રાપ્ત કરવા લોકો ભાજપમાં આવે છે. આ વખતે ગુજરાત વિધાન સભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદીનું નેતૃત્વ અને પાટીલની ગોઠવણથી ભાજપ અકલ્પનીય બેઠકો જીતશે. મોંઘવારી જેવા કોઇ મુદ્દાઓ ચૂંટણીમાં અસર નહીં કરે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).