Face Of Nation 22-04-2022 : ભાવનગરના તળાજા તાલુકાના નેસવડ ગામમાં આવેલી સરકારી શાળમાંથી ધોરણ 6 થી 8ના વાર્ષિક પરીક્ષાના પેપર ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. શાળાના જ બે વિદ્યાર્થીઓ દ્વારા પેપરની ચોરી કરાઈ હોવાનો ખુલાસો થયો છે. પોલીસે બે સગીર વિદ્યાર્થીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પેપર ચોરીના કારણે રાજ્યભરમાં આજે અને શનિવારે લેવાનારા ધોરણ 6 થી 8ના પેપર મોકુફ રાખવાની ફરજ પડી હતી.
રાત્રિના સમયે શાળાના તાળાં તોડ્યાં
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નેસવડ ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં ગત તા.21 ના રોજ રાત્રીના સમયે કોઈ અજાણ્યા વ્યક્તિઓએ બંધ શાળાના તાળાં તોડી ઓફીસના કબાટમાં રાખેલ ધોરણ 6થી 8ના વાર્ષિક પરીક્ષાના 22 પેપરો ચોરી કરી નાસી છુટ્યાની ફરિયાદ તળાજા પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ હતી જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં આજ શાળામાં અભ્યાસ કરતાં બે સગીર વયનાં વિદ્યાર્થીઓની અટકાયત કરી ચોરીનો ભેદ ઉકેલી તપાસ હાથ ધરી છે.
22 પેપરોની અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ચોરી કરાઈ
સમગ્ર બનાવ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તળાજા તાલુકાના નેસવડ ગામે પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા દેવરાજભાઈ જેઠાભાઇ ધાંધલાએ તળાજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.20-4ના બપોરે 12:30 થી તા. 21-4,ના સવારના 7 વાગ્યા સુધીમાં બંધ શાળાના દરવાજાના તાળા તોડી ઓફિસમાં પ્રવેશી કબાટના તાળાં તોડી ધોરણ 6 થી 8 ના વાર્ષિક પરીક્ષાના 22 પેપરોની અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ચોરી કરવામાં આવી છે.આ ઘટનાને પગલે રાજ્ય ભરની સરકારી શાળાઓમાં ધોરણ 6 થી 8ની પરીક્ષા રદ્દ કરવાની ફરજ પડી હતી અને આ ચોરી સંદર્ભે ભાવનગર થી એસપી એલસીબી એસઓજી મહુવા ડીવાયએસપી તળાજા પોલીસ સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ આદર્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Religion પરીક્ષા મોકુફ: નેસવડની સરકારી પ્રા.શાળાના 2 વિદ્યાર્થીઓએ જ પેપરની ચોરી કર્યાનો કર્યો...