Home News પ્રધાનમંત્રી મુલાકાત પહેલા જમ્મુમાં આતંકી હુમલો, CISFની બસ પર હુમલો કરી ભાગ્યાં...

પ્રધાનમંત્રી મુલાકાત પહેલા જમ્મુમાં આતંકી હુમલો, CISFની બસ પર હુમલો કરી ભાગ્યાં આતંકવાદી!

Face Of Nation 22-04-2022 : જમ્મુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાતના બે દિવસ પહેલા આતંકી હુમલાનું મોટું ષડયંત્ર નિષ્ફળ ગયું છે. જમ્મુમાં સુંજવાં અને ચડ્ઢા આર્મી કેમ્પ નજીક સિક્યોરિટી ફોર્સ પર આતંકીઓએ ફાયરિંગ કર્યું. જે બાદ એન્કાઉન્ટર શરુ થયું જેમાં 2 આતંકીઓ ઠાર થયા છે. CISFના એક ASI એસપી પટેલ આ એન્કાઉન્ટરમાં શહીદ થયા છે, જ્યારે 5 જવાન ઘાયલ થયા છે. બઠિંડીમાં પણ આતંકી હુમલો કરાયો છે. બીજી તરફ, જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં ગુરુવારથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં અત્યારસુધીમાં 4 આતંકી ઠાર થયા છે. ગુરુવારે સુરક્ષાદળોએ લશ્કર-એ-તૈયબાના ટોપ કમાન્ડર યુસુફ કંતરુ સહિત 3 આતંકીને ઠાર કર્યા હતા. આતંકીઓની પાસેથી હથિયારો અને દારૂગોળો પણ મળ્યો હતો. બારામુલ્લામાં પણ એન્કાઉન્ટર ચાલુ છે.
1 ઘરમાં બે આતંકી છુપાયા હોવાની માહિતી મળી
CISFના એક અધિકારીએ જણાવ્યું કે સુંજવા વિસ્તારમાં એક ઘરમાં બે આતંકી છુપાયા હોવાની માહિતી મળી છે. તેમને સુરક્ષાદળોએ ટ્રેપ કરી લીધા છે. બંને તરફથી સતત ફાયરિંગ ચાલુ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, બઠિંદી-સુંજવા હાઈવે પર ચેકિંગ દરમિયાન આતંકવાદીઓ વિશે માહિતી મળી હતી, એ પછીથી જવાનોએ ઓપરેશન શરૂ કર્યું.
બારામુલ્લામાં એન્કાઉન્ટર ચાલુ, 4 આતંકવાદી ઠાર
બારામુલ્લામાં 30 કલાકથી એન્કાઉન્ટર ચાલુ છે. અહીં 4 આતંકવાદીને ઠાર કરવામાં આવ્યા છે. બુધવારે રાતે અહીં એન્કાઉન્ટર થયું હતું. એ પછીથી આતંકવાદીઓને ઘેરી લેવામાં આવ્યા હતા. ગુરુવારે સુરક્ષાદળોએ લશ્કર કમાન્ડર યુસુફ કુંતરુ સહિત 3 આતંકવાદીને ઠાર કર્યા હતા. તેમની પાસેથી હથિયારો અને દારૂગોળો મળ્યો હતો. બારામુલ્લામાં પણ એન્કાઉન્ટર ચાલુ છે.
એન્કાઉન્ટરમાં એક ASI શહીદ, 5 ઘાયલ
શહીદ થયેલા જવાનની ઓળખ CISFના ASI એસપી પટેલ તરીકે થઈ છે, જ્યારે હેડ કોન્સ્ટેબલ બલરાજ સિંહ, SPO સાહિલ શર્મા, હેડ કોન્સ્ટેબલ પ્રમોદ પાત્રા, CISF કોન્સ્ટેબલ આમિર સોરેન અને એક અન્ય જવાન ઘાયલ થયો છે.
જમ્મુમાં CISFની બસ પર પર આતંકી હુમલો
શુક્રવારે સવારે જમ્મુના ચઢ્ઢા કેમ્પની પાસે સવારે ચાર વાગ્યે CISFના 15 જવાનોને ડ્યૂટી પર લઈ જઈ રહેલી બસ પર આતંકવાદીઓએ હુમલો કર્યો. CISFની જવાબી કાર્યવાહી દરમિયાન હુમલો કરનાર તમામ આતંકવાદીઓ ભાગી ગયા છે. આ હુમલામાં કોઈપણ પ્રકારના નુકસાનની માહિતી નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).