Home News મુંબઈમાં ફરીથી મેઘમહેર,શહેરમાં ઠેર ઠેર પાણી ભરાતા મુંબઈગરાઓ ગુંચવાયા

મુંબઈમાં ફરીથી મેઘમહેર,શહેરમાં ઠેર ઠેર પાણી ભરાતા મુંબઈગરાઓ ગુંચવાયા

શહેરના ચર્ચગેટ બાંદ્રા મીરારોડ સહીતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે

Face Of Nation:મુંબઈના કેટલાક વિસ્તારોમાં ફરીથી વરસાદી મોસમે રંગ જમાવ્યો છે.અહીં સવારથીજ મેઘરાજાએ ધુંઆધાર બેટિંગ શરૂ કરી છે.શહેરના ચર્ચગેટ બાંદ્રા મીરારોડ સહીતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે.તો અંધેરી સબ વે અને સાકીનાકા રેલ્વે ટ્રેક પર પાણી ભરાયું છે.તે સાથે જ ટ્રાફિક જામની સમસ્યા અને ઠેર ઠેર પાણી ભરાવાનું શરૂ થતા મુંબઈનું જનજીવન ગુંચવાયું છે અને લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.