Face Of Nation 23-04-2022 : દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંત, ઝડપી બોલર શાર્દુલ ઠાકુર અને સહાયક કોચ પ્રવિણ આમરે પર આઈપીએલની આચાર સંહિતાના ઉલ્લંઘનના કારણે દંડ ફટકારવામાં આવ્યો છે. પંત પર મેચ ફીના 100% દંડ કરવામાં આવ્યો છે. ઠાકુર પર મેચ ફીના 50% દંડ અને આમરે પર 100% મેચ ફી અને એક મેચ માટે સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે. ત્રણેય મેમ્બરે પોતાનો ગુનો કબૂલ કર્યો છે. IPL 2022માં શુક્રવારે દિલ્હી અને રાજસ્થાન વચ્ચે રમાયેલી મેચમાં નો બોલ બાબતે દિલ્હીના પ્લેયર્સ અમ્પાયર સાથે બાખડ્યા હતા, તેઓ એમ્પાયરના નિર્ણયથી નાખુશ હતા, જેથી તેમણે એમ્પાયર સાથે ઉગ્ર ચર્ચા કરી હતી સાથે જ દિલ્હીના કેપ્ટન રિષભ પંતે તો ટીમના પ્લેયરને ડગઆઉટમાં પાછા આવવાનું પણ કહી દીધું હતું. IPLએ શનિવારે એક નિવેદન જાહેર કરીને આ બાબતની જાણકારી આપી છે. તો બીજીતરફ પંત પર IPL આચાર સંહિતાના લેવલ-2 હેઠળ આર્ટિકલ 2.7 નિયમના ઉલ્લંઘન કરવામાં દોષી ગણવામાં આવ્યો છે, જ્યારે શાર્દુલ ઠાકુરને લેવલ-2 હેઠળ આર્ટિકલ 2.8 નિયમના ભંગનો દોષી ગણવામાં આવ્યો છે. કોચ પ્રવિણ આમેરેને આચાર સંહિતાના લેવલ-2 હેઠળ આર્ટિકલ 2.2 નિયમના ભંગ બદલ દોષી ગણવામાં આવ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).