Face Of Nation 23-04-2022 : મહેસાણા-ઊંઝા હાઇવે પર રૂપેણ નદી પર બની રહેલા બ્રિજનો કેટલોક ભાગ બેસી જતા કંપનીની નબળી કામગીરી છતી થઈ છે. મહેસાણા-ઊંઝા હાઇવે પર સોનેરીપુરા પાટિયા પાસે રૂપેણ નદી પર રણજિત બિલ્ડકોન કંપની બ્રિજ બનાવી રહી છે. ત્યારે નિર્માણાધીન બ્રિજનો કેટલોક ભાગ બેસી જતાં ફરી આ કંપની સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. રણજિત બિલ્ડકોનનો બ્રિજ અમદાવાદમાં પણ તૂટી પડ્યો હતો.તો બીજી તરફ મહેસાણા ઊંઝા હાઇવે પર રૂપેણ નદી પરનો બ્રિજનું કામ હજુ ચાલુ છે. બ્રિજ બનીને ચાલુ થાય તે પહેલાં જ બેસી ગયો છે. રણજિત બિલ્ડકોન કંપની દ્વારા આ બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. કંપની સામે હલકી ગુણવત્તાની કામગીરી થઈ હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસે રણજિત બિલ્ડકોન કંપનીનો વિરોધ કર્યો
બ્રિજ બનીને ચાલુ થાય તે પહેલાં જ કેટલોક ભાગ બેસી જતાં મહેસાણા શહેરના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભૌતિક ભટ્ટે રણજિત બિલ્ડકોન વિરુદ્ધ રાજ્યના માર્ગ-મકાન વિભાગના મંત્રી અને કલેક્ટરને રજૂઆત કરી છે. નબળી કામગીરી છતાં પણ રણજિત બિલ્ડકોનને કેમ ટેન્ડર અપાય છે તેવા આક્ષેપ કર્યાં છે.
આ કંપનીનો બ્રિજ અમદાવાદમાં પણ તૂટી પડ્યો હતો
આ અંગે મહેસાણા શહેરના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભૌતિક ભટ્ટે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, રણજિત બિલ્ડકોન દ્વારા અગાઉ અમદાવાદના બોપલ વિસ્તારમાં બનાવેલો પુલ તૂટી પડ્યો હતો. તેમજ ગયા વર્ષે મહેસાણાના નુગર બાયપાસ પાસે આજ કંપનીએ બનાવેલો બ્રિજ તૂટી પડ્યો હતો. આ ઉપરાંત બલોલ કારલી હેડુંવાથી બહુચરાજી સુધીનો રસ્તો પણ આ કંપનીએ બનાવ્યો હતો, જે પહેલા વરસાદમાં જ ધોવાઈ ગયો હતો. આ કંપનીએ વર્લ્ડ બેંકના અંદર જે સ્ટાફ બતાવવામાં આવ્યો છે તે સ્થળ પર કાર્યરત નથી, છતાં કોઈ પગલાં લેવાતા નથી. હાલ આ કંપની પાલનપુર મહેસાણા વચ્ચેનો રોડ બનાવી રહી છે, અમારી જાણકારી મુજબ મુખ્ય ઈજનેર પોતે કામ કરતા નથી અને કમિશન લઈ જેમને કામનો અનુભવ ન હોય તેને કામ આપે છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Religion મોટી દુર્ઘટના ટળી: કંપનીની નબળી કામગીરી; મહેસાણા-ઊંઝા હાઇવે પર ‘નિર્માણાધીન’નો બ્રિજ બનીને...