Face Of Nation 23-04-2022 : વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડીને ભાજપ અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યાં છે. તાજેતરમાં જ સૌરાષ્ટ્રના બે દિગ્ગજ નેતા વશરામ સાગઠિયા અને ઈન્દ્રનિલ રાજ્યગુરુએ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરીને પાર્ટીમાં જોડાયાં હતાં. હવે કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા અને સિનિયર નેતા કૈલાશ ગઢવીએ પણ અરવિંદ કેજરીવાલની મુલાકાત કરી છે અને તેઓ આવતીકાલે આમ આદમી પાર્ટીમાં જોડાશે. તેમણે ટ્વિટર પર કેજરીવાલ સાથેની મુલાકાતનો ફોટો પણ શેર કર્યો છે. તો બીજીતરફ ચાર્ટડ એકાઉન્ટન્ટ કૈલાશ ગઢવીએ જણાવ્યું હતું કે, મને કોંગ્રેસમાં નવસર્જન કે નવો દોરી સંચાર જેવું કંઇ જોવા મળી રહ્યું નથી. તેથી હવે 300 જેટલા કાર્યકતા સાથે ‘આપ’માં જોડાઉ છું.
ચાલો કંઈક નવું કરીએ તેવા સંકલ્પ સાથે ‘આપ’માં જોડાશે
કોંગ્રેસ નેતા કૈલાશ ગઢવીએ અગાઉ એક ટ્વિટ કર્યુ હતું કે, હવે પાર્ટીમાં થાક બહુ લાગ્યો છે. ચાલો કંઈક નવું કરીએ.સમગ્ર ટ્વિટ પર નજર કરીએ તો તેમણે લખ્યુ છે કે, સત્તા મેળવવા કે સરકાર બનાવવાના કટ્ટર સંકલ્પના અભાવમાં છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસનું નેતૃત્વ ગુજરાતમાં સરકાર બનાવવામાં નિષ્ફળ રહ્યું છે. તેનાથી સૌથી વધુ નુકસાન જમીન સાથે જોડાયેલા તે કાર્યકર્તાઓ થાય છે. જે દિવસ રાત મહેનત કરે છે..હવે થાક બહુ લાગ્યો છે..ચાલો કંઈક નવું કરીએ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).