Home World તુર્કીનો દાવો- યુદ્ધ 48 કલાકની અંદર સમાપ્ત થશે, ઇસ્તંબુલમાં પુતિન અને ઝેલેન્સ્કી...

તુર્કીનો દાવો- યુદ્ધ 48 કલાકની અંદર સમાપ્ત થશે, ઇસ્તંબુલમાં પુતિન અને ઝેલેન્સ્કી મુલાકાત કરશે!

Face Of Nation 23-04-2022 :  યુક્રેન પર રશિયન આક્રમણને 59 દિવસથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ બંને દેશ વચ્ચે યુદ્ધ ચાલુ છે. યુક્રેનનો દાવો છે કે રશિયા સ્ટીલ ફેક્ટરીઓ પર સતત બોમ્બમારો કરી રહ્યું છે. આ દરમિયાન તુર્કીએ મોટો દાવો કર્યો છે. તુર્કીએ કહ્યું હતું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી 48 કલાકની અંદર ઈસ્તંબુલમાં મુલાકાત કરશે. તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગને કહ્યું- અમને આશા છે કે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ આગામી 48 કલાકમાં સમાપ્ત થઈ જશે. બંને દેશોના રાષ્ટ્રપતિઓ ટૂંક સમયમાં જ મળીને સમસ્યાનો ઉકેલ લાવશે. અમે બંને દેશોના નેતાઓના સંપર્કમાં છીએ. તો બીજીતરફ રશિયાના રાષ્ટ્રપતિ અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ આગામી સપ્તાહ બેઠક યોજશે. યુક્રેન વિરુદ્ધ હુમલા અંગે વિશ્વ તરફથી ટીકાનો સામનો કરી રહેલા રશિયાના રાષ્ટ્રપતિની આ બેઠક ઘણી મહત્ત્વની માનવામાં આવે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).