Home News સુરત:ટ્યુશન-ટીચરના ટોર્ચરથી ધો.10ની છાત્રા પાંચમા માળેથી કૂદી પડી

સુરત:ટ્યુશન-ટીચરના ટોર્ચરથી ધો.10ની છાત્રા પાંચમા માળેથી કૂદી પડી

સુસાઇડ-નોટમાં શિક્ષકો પર આરોપ

Face Of Nation:સુરત: અમરોલીમાં ધોરણ 10ની વિદ્યાર્થિનીએ પાંચમા માળેથી કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સ્કૂલ અને ટ્યુશનના શિક્ષકોના ત્રાસથી કંટાળીને તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.

જુના કોસાડ રોડ હરિસિધ્ધી એપાર્ટમેન્ટ ખાતે રહેતા નીતીન રાઠોડની પુત્રી ખુશી(14) અમરોલીની ગૌતમી સ્કુલમાં ધોરણ 10માં અભ્યાસ કરે છે.4 જુલાઇએ રાત્રે માતાને નોટબુક લેવા જવાનું કહીં નીકળ્યા બાદ પોતાના એપાર્ટમેન્ટના પાંચમાં માળેથી ખુશીએ કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલી ખુશીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. પોલીસે ખુશી અક્સ્માતે દાદર પરથી પટકાતા ઇજાગ્રસ્ત થઈ હોવાની નોંધ કરી છે. ખુશીના પિતાએ આક્ષેપ કર્યો છે કે ખુશીને તેની સ્કુલની બે ટીચરો અને ટ્યુશનના એક ટીચર દ્વારા ટૉર્ચર કરાતું હતું,તેના કારણે જ તણાવમાં આવી ખુશીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે હજી સુધી પોલીસે ખુશીનું નિવેદન લીધું નથી અને જવાબદાર શિક્ષકો સામે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

ખુશીએ સ્યુસાઇડ નોટમાં લખ્યું છે ‘ મમ્મી સોરી પપ્પા સોરી મારાથી આ પૃથ્વી પર નહીં જીવાય મને માફ કરો. તા.2-7-19 ના રોજ હું આત્મહત્યા કરૂ છું શાળા અને ટ્યુશનના સર ટીચર ના ટૉર્ચર ના કારણે હું આ પગલું ભરું છું.

શિક્ષકો લેસન માટે ટોર્ચર કરતા હતા
પુત્રીને સ્કુલ શિક્ષકો લેસન માટે ટૉર્ચર કરતા. ટ્યુશન શિક્ષક પણ કહેતા કે તમારે ભણવું ન હોય તો અમારો જીવ લેવા શા માટે આવો છો, નીચે પડીને મરી જાવને. આવા વર્તનથી કંટાળીને મારી પુત્રીએ પાંચમાં માળેથી પડતું મુકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.